વર્ષ 2011માં અમરેલીમાં આંતરજ્ઞાતિય લગ્ન બાબતે 8 આરોપીઓએ ભેગા મળી રાજેશભાઈ ઉર્ફે ગટાભાઈ પંડયાની હત્યા કરી હતી. આ મર્ડરના ગુનામાં પોલીસ આરોપીઓને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધા હતાં. અમરેલી ગુના રજી નં 143/2011ના ગુનામાં પકડાયેલા આરોપીઓ પૈકી 28 વર્ષિય પૃથ્વીરાજ વનરાજસિંહ સરવૈયાને રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન મળ્યા હતા.
3 વર્ષથી નાસતા-ફરતા મર્ડરના આરોપીની અમરેલી પોલીસે કરી ધરપકડ
અમરેલીઃ તાલુકા પોલીસ મથકની હદમાં વર્ષ 2011માં આંતરજ્ઞાતિય લગ્ન બાબતે મર્ડર થયું હતું. આ ગુના સંદર્ભે પોલીસ કુલ 8 આરોપીઓની ધરપકડ કરી હતી. જે પૈકી એક આરોપીએ ત્રણ વર્ષ અગાઉ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ મેળવ્યા હતા. પેરોલ પુરા થયા બાદ કોર્ટમાં હાજર થવાના બદલે તે નાસતો-ફરતો હતો. આ આરોપીની અમરેલી LCB પોલીસે ધરપકડ કરી છે.
રાજકોટ જેલમાંથી પેરોલ પર છુટી ત્રણ વર્ષથી નાસતા-ફરતા મર્ડરના આરોપીની અમરેલી પોલીસ દ્વારા ધરપકડ
ગુજરાત હાઈકોર્ટના હુકમથી પેરોલ પર છુટેલા આરોપીને 23/2/2016ના દિવસે હાજર થવાનું હતું. પરંતુ આરોપી હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો. જેની શોધખોળ પોલીસ કરી રહી હતી. દરમિયાન અમરેલીના ગીરીયા રોડ, ખોડિયાર માતાજીના મંદિર પાસેથી અમરેલી LCBની ટીમે તેને પકડી પાડયો હતો.