- ધંધુકા-બરવાળા હાઈવે પર અક્સ્માત
- એસટી બસ અને બાઈક વચ્ચે અક્સ્માત
- બાઈક ચાલકોનું સારવાર દરમિયાન મૃત્યું
ધંધુકા બરવાળા હાઈવેના આકરૂન્દ ગામના પાટિયા પાસેથી બગસરા જતી સ્લીપર કોચ એસટી બસ નંબર gj 18 z 19 48 ના ચાલકે પૂરપાટ વેગે અને ગફલત ભરી રીતે વાહન હંકારી જતા રોંગ સાઇડે આવી તગડી ગામના યુવકની બાઈક નંબર gj 01 જે વાય00 44ને ટક્કર મારતા બાઈક ફંગોળાઈ જતાં બંને સવારો નીચે પટકાયા હતા જેમાં પાછળ બેઠેલા આધેડ વયના વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મૃત્યું થયુ હતું.
સારવાર દરમિયાન મૃત્યું
અકસ્માત ઘટના અંગે ધંધુકા 108ને જાણ થતા પાયલોટ અસરફ પઠાણ અને ઈ એમ ટી નિલેશ બારીયા ઘટનાસ્થળે પહોંચી બુલેટ ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બંન્નેના મૃત્યુ થયુ હતું.