ગુજરાત

gujarat

ETV Bharat / state

જાફરાબાદ બંદરેથી 100 જેટલી બોટો દરિયો ખેડવા રવાના - જાફરાબાદ બંદર

અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ બંદર પરથી આજે 100 જેટલી બોટો દરિયો ખેડવા માટે રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન વચ્ચે સરકાર દ્વારા લીલીઝંડી આપતા માછીમારો દરિયા ખેડવા રવાના થયા હતા.

જાફરાબાદ
જાફરાબાદ

By

Published : Apr 16, 2020, 5:28 PM IST

અમરેલી : સમગ્ર દેશમાં લોકડાઉન થવાના કારણે જાફરાબાદ બંદર પર 800 જેટલી બોટો હતી. તે 20 દિવસથી કિનારા પર લાંગરવામાં આવી હતી. આજ રોજ તમામ બોટોને દરિયામાં જવાની મંજૂરી મળતા હાલ 100 જેટલી બોટો તુરંત રવાના થઈ હતી.

જેમાં સાંજ સુધીમા મોટાભાગની બોટો માછીમારી કરવા દરિયામા રવાના થઈ જશે. ઘણા સમયથી બોટો કિનારે પડતર હોવાથી માછીમારો બેકાર હતા.તેમજ બોટો ફરી દરિયામા જવાથી માછીમારો અને બોટ માલિકોને રોજી રોટી મળશે.

ABOUT THE AUTHOR

...view details