ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારીના જીરાની સીમમાં દીપડાએ એક નાની બાળકીને ફાડી ખાધી - Local staff of forest department

અમરેલીના ધારી તાલુકાના જીરા ગામે(Jira village of Dhari taluka Amreli) દીપડાએ એક બાળકીને ઉપાડીને ફાડી ખાધી(Panther Kills a Girl) હતી. આવા બનાવ ઘણી વાર બનતા હોય છે. ખેતમજૂરો ભાગ્યું રાખીને વાડીના મકાનમાં રહી ખેતમજૂરી કરતા હોય છે. દીકરી સૂતી છે એમ કરી કામે ગયેલા ખેતમજૂરોને દીકરી ના દેખાતા સરપંચને જાણ કરી વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

ધારીના જીરાની સીમમાં દીપડાએ એક નાની બાળકીને ફાડી ખાધી
ધારીના જીરાની સીમમાં દીપડાએ એક નાની બાળકીને ફાડી ખાધી

By

Published : Jul 20, 2022, 5:07 PM IST

Updated : Jul 20, 2022, 7:05 PM IST

અમરેલી:ધારી તાલુકાના જીરા ગામે(Jira Village of Dhari) વાડી વિસ્તારમાં(Jira village of Dhari taluka Amreli) ભાગ્યું રાખી રહેતા ખેત મજુર પરિવાર(Farm labor family) વાડીના મકાનમાં રહેતા હતા. બાજુના ખુલ્લા ફરજમાં માતા સાથે દોઢ વર્ષની બાળકી સુતી હતી. એક દીપડો આવી બાળકીને ઉપાડી ફાડી ખાધી(Panther Kills a Girl ) હતી. આ ઘટના પગલે વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ(Scanning by Forest Department) કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. દીપડાને પકડવા ત્રણ પાંજરા મુકવામાં આવ્યા હતા.

એક દીપડો આવી બાળકીને ઉપાડી ફાડી ખાધી ની આ ઘટના પગલે વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી

આ પણ વાંચો:આદમખોર દીપડો પાંજરે પુરાયો, લોકોએ લીધો રાહતનો શ્વાસ

માતા અને પુત્રી મકાનમાં ખુલ્લા ફરજામાં સુતા હતા -ધારી ગીર પૂર્વમાં દલખાણીયા ગામ(Dalkhaniya village in East Gir) છે. જેમાં નીચેના જીરા ગામે વાડી વિસ્તારમાં ખેત મજૂર પરિવાર ચતુર વિરડીયાની વાડીમાં ભાગ્યું રાખીને રહેતો હતો. આ પરિવારના માતા અને પુત્રી મકાનમાં ખુલ્લા ફરજામાં સુતા હતા. જ્યારે ત્રિના ત્રણ કલાકની આસપાસ એક દીપડો આવી ચડતા દોઢ વર્ષની ગંગા કુમારી સચીન વસુનિયા નામની બાળકીને ઉપાડી ફાડી ખાધી હતી. પરિવાર જાગી જતા બાળકી સુતેલી ન હોવાથી ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી. વન વિભાગને જાણ કરવામાં આવી હતી. દલખાણીયાના રેન્જ RFO(Range Forest Officer) ઓડાદર સહિતનો સ્ટાફ ઘટના સ્તરે પહોંચી ગયો હતો.

આ પણ વાંચો:A Man Fights with Leopard: કાલીબેલ ગામના ખૂંખાર દીપડા જોડે ખેલાયો જીવસટ્ટાનો ખેલ

બાળકીના કપડા અને અન્ય અવશેષો મળી આવ્યા -આ સાથે પોલીસ સ્ટાફ પણ હતા વાડીથી થોડી દૂર બાળકીના કપડા અને અન્ય અવશેષો મળી આવ્યા હતા. વન વિભાગના સ્થાનિક સ્ટાફ(Local staff of forest department) દ્વારા આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દીપડાને પકડવા જીરા ગામે ઘટના સ્થળે ત્રણ પાંજરા મુકવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. બાળકીના ખોપડી સહિત અવશેષો FSL(Forensic Science Laboratory)માં મોકલવામાં આવ્યા હતા.

Last Updated : Jul 20, 2022, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details