અમરેલીમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, કુલ 2 કેસ થયા - positive case of corona
અમરેલીમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. જ્યારે જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 2 થઈ છે.
અમરેલી
અમરેલી: સુરતથી અમરેલી આવેલા 11 વર્ષીય તરુણનો રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે તંત્ર દ્વારા સંપર્કમાં આવેલા તમામને કોરોન્ટાઈન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 2 થઈ છે.