અમરેલીઃ જાફરાબાદ શહેરમાં તંત્રની મંજૂરી લીધા વિના લગ્નપ્રસંગ યોજાતા પોલીસ ફરિયાદ નોધાઇ છે. આ ફરિયાદ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
જાફરાબાદમાં તંત્રની મંજૂરી વિના લગ્નપ્રસંગ યોજાતા પોલીસ ફરિયાદ નોંધાઈ - Wedding without the approval of the system
કોરોના મહામારીના કારણે લગ્ન જેવા પ્રસંગ યોજવા માટે અમુક નિયમો નક્કી કરવામાં આવ્યા છે, ત્યારે અમરેલીના જાફરાબાદ શહેરમાં આ નિયમનું ઉલ્લંઘન થયું હતું. તંત્રની મંજૂરી લીધા વગર લગ્નપ્રસંગ યોજાતા વર-કન્યાનાના પિતા સામે ફરિયાદ નોધવામાં આવી છે.
જાફરાબાદમાં તંત્રની મજૂરી વગર લગ્નપ્રસંગ યોજાયો, વર કન્યાના પિતા સામે પોલીસ ફરિયાદ નોધાઇ
કોરોના મહામારી વચ્ચે તંત્રની ખાસ શરતો આધીન મંજૂરી આપવામાં આવતી હોય છે, ત્યારે મંજૂરી વિના લગ્નોત્સવ થતાં કલેક્ટર અને પ્રાંત અધિકારીની સૂચનાથી ફરિયાદ નોંધાવામાં આવી છે.