ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં પાણીના મુદ્દે કુંવરજી બાવળીયાએ યોજી બેઠક - kuvarji bavaliya

અમરેલી: જિલ્લાના દરીયાકાંઠા પંથકમાં ગામડાઓમાં પીવાના પાણીની પારાયણ ન સર્જાઈ તે માટે પાણી પૂરવઠા વિભાગ પ્રધાન કુંવરજી બાવળીયા સાથે પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીએ જાફરાબાદ ખાતે સરપંચોની બેઠક કરી હતી.

અમરેલીમાં પાણી પ્રશ્ને બેઠક યોજાઇ

By

Published : May 10, 2019, 7:14 PM IST

કુંવરજી બાવળીયા સાથે પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીએ બેઠક કરી હતી. જેમાં પાણી પૂરવઠાના અધિકારીઓને સાથે રાખીને સ્થળ પરજ પ્રશ્નોના નિકાલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પાણી માટે સરકાર દ્વારા ‘સરકાર આપણે દ્વાર’ નામના કાર્યક્રમ તળે આજે જાફરાબાદના 35 ગામોના સરપંચો સાથે પાણીના પ્રશ્ને સરકારે ગંભીરતા લઈને પીવાના પાણીનો પ્રશ્ન દરીયાકાંઠા પંથકમાં હળવો કરવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે નર્મદાનું પાણી 10 એમ.એલ.ડી.વધારવાની ખાત્રી અપાઈ હતી. જેને લઇને પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીએ સરકારનો આભાર માન્યો હતો

અમરેલીમાં પાણી પ્રશ્ને બેઠક યોજાઇ

ABOUT THE AUTHOR

...view details