અમરેલીમાં 'હર હર મહાદેવ'ના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા - shravan
અમરેલી: શ્રાવણના પવિત્ર માસ નિમિતે શિવાલયોમાં શિવભક્તોની ભીડ જામી હતી. શિવભક્તો વહેલી સવારથી પૂજા અર્ચન માટે લાંબી કતારો લાગી હતી. ભકતોએ શિવજીની આરતી અને વિશેષ શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Etv Bharat amreli
અમરેલીમાં શ્રાવણ માસની શરૂઆત થતા જ નાગનાથ, કામનાથ, ભીડભંજન જિલ્લાભરના શિવાલયોમાં શિવભક્તો વહેલી સવારથી પૂજા પાઠ કરવા અને ભોળિયા દેવની આરાધના કરવા માટે ઉમટ્યા હતા. ભક્તોએ બીલીપત્ર, દૂધ ચડાવી હવન કરી મહાદેવની પૂજા કરતા જોવા મળ્યા હતા.