અમરેલી: જિલ્લાના રાજુલાના ખાનગી હોસ્પિટલના ડૉ.ભરત આહીર વિરુદ્ધ રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. થોડા દિવસ પહેલા સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કોરોના દર્દીને સારવાર આપી રજીસ્ટર કરેલું ન હતું. ઉપરાંત, આરોગ્ય વિભાગને જાણ ન કરી ગંભીર બેદરકારી કરતા તેમના સામે ફરિયાદ નોંધાઈ હતી.
રાજુલામાં ખાનગી હોસ્પિટલના તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ - Rajula police station
અમરેલી જિલ્લાના રાજુલામાં ખાનગી ડૉ.ભરત આહિર એપેડેમિક એકટનું ઉલ્લંઘન કરતા રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કોરોના દર્દીને સારવાર આપી રજીસ્ટર કરેલું ન હતું. આ ગંભીર બેદરકારીને કારણે ફરિયાદ નોંધાઈ હતી.
રાજુલામાં ખાનગી હોસ્પિટલના તબીબ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
જેને કારણે ડૉ.ભરત આહીર દ્વારા એપિડેમીક એક્ટનો ભંગ કરતા તાલુકા હેલ્થ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા આરોપીને પકડવા રાજુલા પોલીસે તપાસ હાથ ધરી હતી.