અમરેલી: દેશભરમાં લોકડાઉનના 9 દિવસ બાકી છે ત્યારે 9 મિનિટની દિવાળી ઉજવી અમરેલી જિલ્લાના લોકોએ પોતાના ઉત્સાહમા વધારો કર્યો.
વડાપ્રધાનની દીવો પ્રગટાવવા કહ્યું, અમરેલીવાસીઓ આપ્યું સમર્થન - Amreli district
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી દીપ પ્રગટાવવાની અપીલને લોકોએ દિવાળીની જેમ ઉજવી હતી. પોતાની બાલ્કની કે આગાસી પર આવી દીપ પ્રગટાવી, ફ્લેશ કરી અને ફટાકડા ફોડી 9 મિનિટ સુધી ઉજવણી કરી હતી.
![વડાપ્રધાનની દીવો પ્રગટાવવા કહ્યું, અમરેલીવાસીઓ આપ્યું સમર્થન 9 minute divali](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6678955-1-6678955-1586146762456.jpg)
અમરેલી જિલ્લામાં ઉજવાઈ 9 મિનિટની દિવાળી
9 મિનિટ દિવાળી ઉજવી લોકોએ કોરોના વાઈરસ સામેની લડાઇ લડવા પોતાના ઉત્સાહમાં વધારો કર્યો છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલને સારો પ્રતિસાદ મળ્યો હતો.
દિવડાઓ પ્રગટાવી લોકો દ્વારા સાબિત કરવામાં આવ્યું હતું કે, કોરોના વાઈરસ સામેની જંગમાં હજૂ હાર્યા નથી અને ભારતવાસીઓ એકજુટ થઈને આ લડાઈ લડવા સક્ષમ છે.