ગુજરાત

gujarat

ETV Bharat / state

9 કિલો ગાંજા સાથે અમરેલી SOG ટીમે કરી એકની ધરપકડ - dhaval ajugiya

અમરેલી: ગુજરાત સરકારના ગૃહ વિભાગ તેમજ પોલીસ મહાનિદેશક સા.શ્રી ગુ.રા. ગાંધીનગરે ગુજરાત રાજ્યમાં કેફી પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અટકાવી ગુજરાતના યુવાધનને બરબાદીના રસ્તે જતુ બચાવવા માટે મિશનના ભાગરૂપે કેફી પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં ઇસમો ઉપર સખ્ત રીતે કાર્યવાહી કરવા સુચનાઓ આપી હતી. જે અન્વયે નિર્લિપ્ત રાયે અમરેલી જિલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતાં ઇસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીના રસ્તે જતાં બચાવવા માટે કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ SOG ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે.કરમટા તથા ટીમ SOG એ અમરેલીના બગસરામાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

અમરેલી

By

Published : Jun 22, 2019, 8:24 AM IST

પ્રાપ્ત વિગતો મુજબ, પકડાયેલો આરોપી ભીમજીભાઇ લાખાણી છે, તેમજ અમરેલી SOG એ 9 કિલો ગાંજો જેની કિંમત અંદાજે 56,340 છે, તથા વજનકાંટા, પ્લાસ્ટીકના ઝબલા વગેરે મળી કુલ 60 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપીની વાત કરીએ તો, આરોપી અગાઉ પણ રાજકોટ રૂરલના ગોંડલ ખાતે ગાંજાના કેશમાં જેલમાં હતો અને એક મહિના પહેલા જેલમાંથી છુટ્યો છે તેમજ અનેક વખત દારૂના કેસમાં પકડાયેલો છે.હાલ તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details