અમરેલીઃ જિલ્લાના ધારી તાલુકાના ઝર ગામે 7 જેટલા મોરના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય એક મોરની સારવાર ચાલુ છે. મળતી માહિતી પ્રમાણે ઝર ગામની સીમમાં આવેલા કેરીના બગીચાની આ ઘટના ઘટી હતી. જો કે રાષ્ટ્રીયપક્ષી મોરના મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી.
અમરેલીના ધારીમાંથી રાષ્ટ્રીયપક્ષી મોરના 7 મૃતદેહ મળ્યા, વન વિભાગ દોડતું થયું - રાષ્ટ્રીયપક્ષી મોરના મૃતદેહ
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝર ગામેથી રાષ્ટ્રીયપક્ષી મોરના 7 મૃતદેહો મળી આવ્યા છે. ધારી તાલુકાના ઝર ગામે રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી સમગ્ર લોકોમાં ચિંતા જોવા મળી રહી છે કે, ક્યા કારણોસર મોરના મોત થયા છે. કેરીના બગીચામાંથી 7 મોર મૃતદેહ મળ્યા છે જ્યારે એક મોરની સારવાર ચાલી રહી છે.
અમરેલીના ધારીમાંથી રાષ્ટ્રીયપક્ષી મોરના 7 મૃતદેહ મળ્યા
ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ક્યા કારણોસર રાષ્ટ્રીયપક્ષી મોરના મુત્યુ થયા તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
Last Updated : Apr 3, 2020, 12:44 PM IST