ગુજરાત

gujarat

ETV Bharat / state

કપાસ ભરેલા ટ્રકની ચોરીનો ભેદ ઉકેલાયો, 30 લાખ સાથે 7 ઇસમો ઝડપાયા - Gujarati News

અમરેલીઃ સાવરકુંડલા મહુવા રોડ ઉપર આવેલી રાજધાની હોટલ પાસેથી 4 દિવસ પહેલા કપાસની ગાંસડીઓ ભરેલ ટ્રકની થયેલ ચોરીનો ભેદ ઉકેલી 7 ઇસમોને કપાસની ગાસડીઓ ભરેલ ટ્રક સાથે ધરપકડ કરવામાં આવી હતી.

કપાસની ગાસડીઓ ભરેલ ટ્રકની થયેલ ચોરીનો ભેદ ટ્રક સહિત રુ 30 લાખના મુદ્દામાલ સાથે 7 ઇસમોને ઝડપી લીધા

By

Published : Apr 28, 2019, 8:35 PM IST

અબ્દુલ કામલભાઇ ગાહા (સંધી), ઉં.વ.૩૫, ધંધો.ડ્રાઇવિંગ, રહે.તાતણીયા, તા.જેસર, જિ.ભાવનગર વાળાએ ફરિયાદ આપી હતી કે પોતાના હવાલાવાળા અશોક લેલન ટ્રક રજી. નંબર GJ 03 AT 3361 માં વિજાપુરથી કપાસની ગાસડી નંગ – 100 ભરી જાફરાબાદ ઉતારવા જતી વખતે રસ્‍તામાં સાવરકુંડલા પાસે રાજધાની હોટલ નજીક પોતાના ટ્રકમાં ગુટકો ટુટી જતાં ટ્રક બંધ થવાથી તેને રાજધાની હોટલ પાસે મૂકી પોતે પોતાના ઘરે તાતણીયા જતા રહ્યા હતા અને બીજા દિવસે આવીને જોયું તો કપાસની ગાંસડીઓ ભરેલ ટ્રકની ચોરી થઇ ગઇ હતી.

આમ, ફરિયાદીએ પોતાનો ટ્રક કિં.રૂ.9,00,000/- જેમાં કપાસની ગાંસડીઓ નંગ-100, કિં.રૂ.21,00,000/- નો માલ કુલ કિં.રૂ.30,00,000/- ના ટ્રક સહિતના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ આપતા સાવરકુંડલા પોલીસ મથકે આપી હતી.સઘન તપાસ હાથ ધરાતા વિજપુડી- મહુવા હાઇવે પર આવેલા આસરાણા ચોકડી( ચકડા ચોકડી) પાસેથી ચોરી થયેલ કપાસની ગાસડીઓ ભરેલી ટ્રક સાથે આરોપીઓને ઝડપી પાડયા હતા.

1.સાદીક ઉર્ફે ઇરફાન ઇબ્રાહીમભાઇ કુરેશી, ઉ.વ.29 રહે.મહુવા, દાદાબાપુની મસ્જીદની સામે 2 ફરીદખાન ઉર્ફે બાબા મહમદખાન પઠાણ, ઉ.વ.35, રહે.વાઘનગર, તા.મહુવા, જિ.ભાવનગર 3.ઉજેફા આરીફભાઇ શેખ, ઉ.વ.22, રહે.મુહવા, નવો ઝાપો, તારવાળી ગલી, તા.મહુવા જિ.ભાવનગર 4.હીતેષ જગુભાઇ ભેડા, ઉ.વ.24, રહે.પાળીયા, નવા પ્લોટ વિસ્તાર તા.જિ.અમરેલી

5.રાજ ઉર્ફે જીણી વાસુરભાઇ ડેર, ઉ.વ.24, રહે.ચાવંડ, આહીર શેરી, તા.લાઠી જિ.અમરેલી 6.વિશાલ ઉર્ફે લાલો નરશીભાઇ ભેડા ઉ.વ.21, રહે.અમરેલી, બ્રાહ્મણ સોસાયટી 7.સંજય ઉર્ફે ભાણો ચંદુભાઇ સાવડીયા ઉં.વ.24, રહે.અમરેલી, કેરીયા રોડ, ભોજલપરા. ફરિયાદીએ પોતે જ અન્‍ય આરોપીઓ સાથે મળીને ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા માટે કપાસની ગાંસડીઓ વેચી નાંખી હતી. કપાસની ગાંસડીઓ સહિત ટ્રકની ચોરી થયેલ હોવાનું જાહેર કરી વીમાની રકમ પણ મેળવી લેવા ગુનાહિત કાવત્રું ઘડયુ હતું.આ સાથે જ કપાસની ગાસડીઓ વેચવા જતા હતા તે દરમ્‍યાન આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details