- તૌકતે વાવાઝોડાને કારણે અમરેલી અંધારપટ
- 43 જેટલા અર્બન ફીડર હાલ બંધ હાલતમાં
- 43 સબ સ્ટેશન ખોરવાયા
અમરેલીઃજિલ્લામાં ક્યાંક વીજપોલ તૂટ્યા તો ક્યાંય મોટા વૃક્ષો ધરાશાઈ થતાં કુલ 73 જેટલા 66 કેવી સબ સ્ટેશનોમાંથી 43 જેટલા ખોરવાયા છે. સમગ્ર જિલ્લાના એટલે કે 602 ગામોમાં પાવર ઓફના કારણે અંધાર પટ છવાયેલો છે. વરસાદી તોફાન વચ્ચે પણ સમારકામ પુરજોશમાં ચાલુ છે. 43 જેટલા અર્બન ફીડર હાલ બંધ હાલતમાં છે. અમરેલી, સાવરકુંડલા અને રાજુલામાં મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લાના 136 જેટલા જ્યોતિગ્રામ ફીડરોને પણ અસર થઇ છે. હાલ રીપેરીંગ કામ ચાલુ છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાએ લોકોને બેઘર કર્યા