અમરેલી શહેર પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમીને આધારે બ્રાહ્મણ સોસાયટીમાં બાતમીમાં જણાવેલ વર્ણન વાળા બે લોકોનેન અલ્ટો કાર તથા ઇંગ્લીશ દારૂની 350 બોટલો સાથે ઝડપી પાડેલ છે.
અમરેલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 350 બોટલ વિદેશી દારૂ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી - Accused
અમરેલી: શહેરના બ્રાહ્મણ સોસાયટીમાં સ્વામીનારાયણ નગરની શેરીમાંથી અલ્ટો કારમાંથી ઇંગ્લીશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. SOG દ્વારા કારમાંથી દારુની સાથે 2 આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.
![અમરેલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 350 બોટલ વિદેશી દારૂ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3908331-thumbnail-3x2-ppp.jpg)
amreli
આ દરમિયાન પકડાયેલ આરોપીઓમાં ઇન્દ્રભાઇ, સુરજભાઇ દિનેશભાઈ, દિલુભાઇ વાળા પણ શામેલ છે.
પકડાયેલ મુદ્દામાલ :
ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-350 જેની કિંમત રુપિયા 105000, તથા મોબાઇલ ફોન રુપિયા 10,000 તથા મારૂતિ સુઝુકી કંપનીની અલ્ટો કાર 1,50, 000 મળી કુલ મુદ્દામાલ સહિત 2,65000નો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો છે.