ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી જિલ્લામાં 2 આત્મહત્યાની ઘટના બની, બન્નેએ પીધી ઝેરી દવા - અમરેલીના તાજા સમાચાર

અમરેલીના લીલીયા તાલુકાના સનાળિયા ગામની યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી, તો બીજી બાજુ ધારીના વીરપુરના યુવકે પણ ઝેરી દવા પીને મોતને વહાલું કર્યું છે.

અમરેલી જિલ્લામાં 2 આત્મહત્યાની ઘટના બની
અમરેલી જિલ્લામાં 2 આત્મહત્યાની ઘટના બની

By

Published : May 15, 2021, 7:41 PM IST

  • અમરેલી જિલ્લામાં આત્મહત્યાની 2 ઘટના
  • બન્ને ઘટનામાં ઝેરી દવા પીવાનો બન્યો બનાવ
  • પોલીસે કાર્યવાહી હાથ ધરી

અમરેલી: જિલ્લાના લીલીયા તાલુકાના સનાળિયા ગામની યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આ સાથે જ ધારીના વીરપુરના યુવકે પણ ઝેરી દવા પીઇને મોતને વહાલું કર્યું હતું.

આ પણ વાંચોઃ દ્વારકામાં પરિવારના મોભીનું કોરોનાથી મોત, બીજા જ દિવસે સમગ્ર પરિવારે કરી આત્મહત્યા

બન્ને લોકોનું મોત

લીલીયાના સનાળીયા ગામે રહેતી 18 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું, જ્યારે બીજી તરફ ધારી તાલુકાના વીરપુર ગામના રહેવાસી શકિતરાજ નામના યુવકે પોતાના ખેતરમાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેનું મોત થયું છે.

ABOUT THE AUTHOR

...view details