અમરેલીઃ જિલ્લાના લાઠી શહેરમાં દીવાલ ધરાશાી થતાતેની નીચે દબાઈ જવાથી બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે, 3 લોકોનો આબાદ બચાવ થયો.
અમરેલીના લાઠીમાં દીવાલ ધરાશાયી, 2 લોકોના મૃત્યુ, 3નો બચાવ - Amreli wall collapse incident
અમરેલી જિલ્લમાં લાઠી શહેરમાં દીવાલ ધરાશાયી થતા બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકોનો બચાવ થયો હતો.
અમરેલીના લાઠીમાં દીવાલ ધરાશાય થતા 2 લોકોના મૃત્યુ, 3નો બચાવ
અમરેલીના લાઠી શહેરના નીલકંઠ શેરી વિસ્તારમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં દીવાલ નીચે દબાતા બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે, મકાન પાડવાની કામગીરી દરમિયાન આ સંપૂર્ણ ઘટના બની હતી.
દીવાલ ધરાશાયી થવાના સમયે 5 વ્યક્તિઓ કામ કરી રહ્યા હતા. સાફ સફાઈ કરતી વેળાએ અચાનક દીવાલ ધરાશાયી થતા બે લોકો નીચે દબાયા હતા, બંનેને સ્થાનિકો દ્વારા કાટમાળ નીચેથી બહાર કાઢી લાઠીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે બંન્નેને મૃત જાહેર કર્યા હતા.