ગુજરાત

gujarat

ETV Bharat / state

સાવરકુંડલાના લુવારામાં એક પીસ્તોલ સાથે 2 શખ્સો ઝડપાયા - અમરેલી સામાચાર

સાવરકુંડલાના લુવારા ગામની સીમમાંથી અમરેલી પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી એક પિસ્તોલ અને ખાલી કર્ટિસ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે.

2 caught with a pistol in Luwara at Savarkundla
સાવરકુંડલાના લુવારામાં એક પીસ્તલ સાથે 2 ઝડપાયા

By

Published : May 3, 2020, 5:29 PM IST

અમરેલીઃ સાવરકુંડલાના લુવારા ગામની સીમમાંથી અમરેલી પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી એક પિસ્તોલ અને ખાલી કર્ટિસ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યાં છે.

સાવરકુંડલાના લુવારામાં એક પીસ્તલ સાથે 2 ઝડપાયા

માહિતી મળી હતી કે, G.C.T.O.C ના આરોપી અશોક જયતાભાઇ બોરીચાનો જન્‍મ દિવસ હોવાથી તેની લુવારા ગામે ઊજવણી થનારી છે. માહિતીને આધારે અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપત રાય તથા સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે.ના ઇન્‍ચાર્જ પ્રોબેશન એ.એસ.પી. સુશીલ અગ્રવાલ તથા અમરેલી એલ.સી.બી. ટીમ તથા સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે.ની અલગ-અલગ ટીમો બનાવી લુવારા ગામે કોમ્‍બીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે કોમ્‍બીંગ કર્યું છે તેવી આરોપીઓને માહિતી મળતાં તેઓ અલગ અલગ રસ્‍તે થઇને ભાગવા લાગતા પોલીસ દ્વારા લુવારા ગામના રસ્‍તાઓ બ્લોક કરી, મોટર સાયકલ ઉપર ભાગતા બે ઇસમોને પકડી પાડ્યાં હતાં.

સાવરકુંડલાના લુવારામાં એક પીસ્તલ સાથે 2 ઝડપાયા

પકડાયેલ આરોપીઓ સંજયભાઇ બેલમ જે બરવાળા બોટાદનો રહેવાસી છે, જ્યારે મહેશભાઇ રાખૈયા નિંગાળા બોટાદનો રહેવાસી છે. વાડીએથી મુદ્દામાલમાં એક લોખંડની 25 હજારની પીસ્ટલ મળી આવી છે. પકડાયેલા ઇસમો પાસેથી મળી આવેલા મોબાઇલ ફોનમાં અશોક જયતાભાઇ બોરીચા મહેફીલમાં પીસ્‍તલમાંથી ફાયરીંગ કરતો હોય એવો વીડિયો મળ્યો છે. જેથી પકડાયેલ બંને ઇસમોને સાથે લઇ જે જગ્યાએ જન્‍મ દિવસની ઉજવણી કરતા હતાં. તે જગ્યાએ યુવરાજ મંગળુભાઇ બેપારીયાની વાડીએ છાપો મારતાં પીસ્‍ટલ, ખાલી કાર્ટીસ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી ઉપરોકત તમામ વિરૂધ્ધ ધોરણસર થવા પ્રો.એ.એસ.પી.સુશીલ અગ્રવાલે સરકાર તરફે ફરિયાદ આપી સાવરકુંડલામાં ગુન્‍હો નોંધાવ્યો છે. જ્યારે નાસી જનાર તમામ 8 જેટલા આરોપીઓને હસ્‍તગત કરવા ચક્રો ગતિમાન કર્યાં છે.

ABOUT THE AUTHOR

...view details