ગુજરાત

gujarat

ETV Bharat / state

વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લાની 18 કોવિડ હોસ્પિટલને થઇ અસર - અરબ સાગર

હાલ એક બાજું કોરોના વાઇરસનો કહેર યથાવત છે ત્યારે તૌકતે નામનું વાવાઝોડું ગુજરાતમાં ત્રાટક્યું હતુ. જેના કારણે અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર વર્તાઇ હતી. જેના કારણે ગામડાઓમાં વીજળી ગુલ થઇ હતી તથા કોવિડ હોસ્પિટલને પણ તેની અસર થઇ હતી.

વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લાની 18 કોવિડ હોસ્પિટલને થઇ અસર
વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લાની 18 કોવિડ હોસ્પિટલને થઇ અસર

By

Published : May 19, 2021, 3:44 AM IST

  • જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર
  • જિલ્લાની 18 કોવિડ હોસ્પિટલને પણ અસર થઇ
  • હોસ્પિટલમાં જનરેટર હોવાથી મોટું નુકસાન થયું નહીં

અમરેલી: સંભવિત વાવાઝોડાના કારણે જિલ્લાના ઘણા ગામડાઓમાં વીજ પૂરવઠો ઠપ્પ થયો હતો. કોરોનાની સારવાર લઈ રહેલા દર્દી માટે આશીર્વાદ સમાન અમરેલીની કોવિડ કેર હોસ્પિટલોમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી.

આ પણ વાંચોઃ સાવરકુંડલાની નાવલી નદીમાં કાર તણાઈ, એકનો બચાવ અને એક હજુ પણ લાપતા

મોટુ નુકસાન થયું નહીં

તૌકતે વાવાઝોડાને કારણે કોવિડ હોસ્પિટલોમાં વીજળી ગુલ થવાથી થોડા સમય માટે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પણ સદભાગ્યે હોસ્પિટલોના જનરેટર હોવાના કારણે મોટું નુકસાન થયુ નથી.

આ પણ વાંચોઃ અમરેલીમાં અંધારપટ: 603 ગામોમાં પાવર ઓફ

2600 જેટલા વીજપોલ ડેમેજ

જિલ્લાના ઘણા ગામો જ્યોતિગ્રામ હેઠળની સેવાનો લાભ લઇ રહ્યા છે. એમાંના 2600 જેટલા વીજપોલ ડેમેજ થયા છે. 39 વિભાગની તેમજ મોટા ભાગની કોન્ટ્રાક્ટરોની ટીમ દ્વારા કાર્યવાહી ચાલુ છે. UGVCLની 15 જેટલી વધારાની ટીમ બોલવાઈ છે. જે ખાસ જાફરાબાદ અને ઉના પંથકના ગામોમાં કામ કરશે.

ABOUT THE AUTHOR

...view details