અમરેલી: રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ભય સતાવી રહ્યો છે. જે કારણે કોંગ્રેસ દ્વારા પોતાના ધારાસભ્યોને રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં ખસેડવામાં આવી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના 16 ધારાસભ્યો રાજુલા ખાતે પહોંચ્યા હતા. ભાજપના તોડજોડના રાજકારણથી બચવા માટે હવે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલી જિલ્લામાં ધારાસભ્યોને લાવવામાં આવ્યા હતા.
રિસોર્ટનું રાજકારણ: સૌરાષ્ટ્રના 16 કોંગ્રેસી ધારાસભ્યો રાજુલા પહોંચ્યા - હોટલ દર્શન
સૌરાષ્ટ્રના 16 કોંગ્રેસી ધારાસભ્યો રાજુલા ખાતે પહોંચ્યા છે. આ 16 કોંગ્રેસના ધારાસભ્યો રાજુલાની દર્શન હોટલ ખાતે રાત્રી રોકાણ કરશે. છેલ્લી ઘડીએ આ રાત્રી રોકાણનો નિર્ણય કરવામાંં આવ્યો હતો.
congress mla
ગઢડાથી સીધા રાજુલાના મહુવા રોડ પર આવેલી દર્શન હોટલ ખાતે ધારાસભ્યોને લવાયા હતા. રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા હોટલ દર્શન બુક કરવામાં આવી છે. છેલ્લી ઘડીએ રાજુલા હોટલ દર્શનમા રાત્રી રોકાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ તમામ ધારાસભ્યો સાથે અર્જુનભાઈ મોઢવાડિયા અને હાર્દિક પટેલ પણ હોટલ દર્શન ખાતે આવી પહોંચ્યા હતા.