અમરેલી : જિલ્લાના પોલીસ આવાસમાં 12 જેટલા પોલીસકર્મીઓ વીજચોરી કરતા ઝડપાયા હતા. તમામ 12 પોલીસકર્મીઓને હેડ કવાર્ટર છોડવા અમરેલી SP નિર્લિપ્ત રાય દ્વારા ફરમાન આપવામાં આવ્યું છે.
અમરેલી પોલીસ આવાસમાં 12 જેટલા પોલીસકર્મીઓ વીજચોરી કરતા ઝડપાયા - પોલીસ હેડ કવાર્ટર
અમરેલી પોલીસ આવાસમાં 12 જેટલા પોલીસકર્મીઓ વીજચોરી કરતા ઝડપાયા હતા. તમામ 12 પોલીસકર્મીઓને હેડ કવાર્ટર છોડવા અમરેલી SP નિર્લિપ્ત રાય દ્વારા ફરમાન આપવામાં આવ્યું છે.
અમરેલી પોલીસ આવાસ
પોલીસ આવાસમાં અમરેલી પોલીસ અને PGVCL દ્વારા 12 પોલીસ જવાનોને વીજ ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ 12 જેટલા પોલીસ જવાનોને પોલીસ આવાસ ખાલી કરવા SP નિર્લિપ્ત રાય દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ ખાતામાં અને કાયદાના જાણકાર હોવા છતા વીજ ચોરી કરવી ગુન્હો છે.
સમગ્ર ઘટનાને લઇ અને ETV ભારતે અમરેલી જિલ્લા પોલીસવડા સાથે સંપર્ક સાધતા જિલ્લા પોલીસ વડાએ સમગ્ર ઘટનાને લઈને પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું.