અમરેલી: ગુજરાતના એકમાત્ર કોરોનામુક્ત જિલ્લા અમરેલીમાં બુધવારે કોરોનાએ પ્રવેશ કરતા તંત્ર દ્વારા હોમ કવોરેન્ટાઈન થયેલા લોકોના પરિવારજનો સહિત સમગ્ર ઘરને કવોરેન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેથી સંક્રમણ ફેલાય નહીં.
આ માટે ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ત્રિસ્તરીય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેના થકી તંત્ર સતત હોમ કવોરેન્ટાઈન થયેલા લોકો પર નજર રાખી શકે. આ બાબતે જિલ્લા કલેક્ટર આયુષ ઓક એ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હોમ કવોરેન્ટાઈનના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે તંત્ર દ્વારા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. સ્થાનિક કક્ષાએ ગ્રામ પંચાયતને હોમ કવોરેન્ટાઈન વ્યક્તિઓ પર નજર રાખવા તેમજ પાલન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.