અમદાવાદમાં ખાનગી બેંકમાં યુવકે કરી પૈસાની ઉઠાંતરી, ઘટના CCTVમાં કેદ - Theft at Ahmedabad Bank
અમદાવાદઃ બેન્કમાં પૈસા જમા કરતા લોકોને સાવધાન થવાની જરૂર છે, કારણકે આપણાં રૂપિયા પર પણ કોઈની નજર હોઇ શકે છે. ઠગ શખ્સ દ્વારા સેંકડોમાં પૈસા ગાયબ થઈ જાય છે અને આવું જ કંઈક બન્યું છે અમદાવાદની એક ખાનગી બેન્કમાં.
અસારવામાં રહેતા હાર્દિક ઠાકોર પારસ ફાર્મસી મેડિકલ નામની દુકાન ધરાવે છે. ગત બપોરના સમયે શાહીબાગમાં આવેલ યસ બેન્કમાં 5 લાખ રૂપિયા ભરવા ગયો હતો. હાર્દિક ઠાકોર એક થેલીમાં 2000 અને 500ની નોટના અલગ અલગ બંડલ લઈ બેન્કમાં ગયા હતાં. જો કે કેશ કાઉન્ટર પર કોઈ કર્મચારી હાજર ન હતો, જેથી હાર્દિક થેલીમાંથી 5 લાખ રૂપિયા કેશ કાઉન્ટર પર મૂકી કેશિયરને બોલવા ગયા હતા અને ગણતરીની સેંકન્ડોમાં એક ઠગ કેશ કાઉન્ટર પર પડેલા પૈસામાં 2000ની નોટનું એક બંડલ લઈ ફરાર થઈ ગયો હતો. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.