અમદાવાદ:અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર હત્યાની ઘટના બની (murder in krishnanagar ahmedabad) છે. જેમાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા સૈજપુરમાં આવેલા ગણેશનગરમાં એક યુવકની હત્યાને બે ભાઈઓએ અંજામ આપતા (youth was killed by two brothers) પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી (Both accused were arrested) છે. ગણેશનગરમાં રહેતા અને AMCમાં સફાઈકર્મી તરીકે કામ કરતા દિનેશભાઈ પુહાર(મારવાડી)એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓના પરિચિત રમેશ મારવાડી નામના વ્યક્તિની બે ભાઈઓએ હત્યા કરી (youth was killed by two brothers) હતી.
આ પણ વાંચોસુરતના અમરોલી ત્રિપલ મર્ડર કેસમાં વધુ એક સીસીટીવી સામે આવ્યા
બાઈક અથડાવવા બાબતે થયો હતો ઝઘડો: 25 મી ડિસેમ્બરના રોજ ફરિયાદી દિનેશભાઈનો દીકરો અનિલ ઘરેથી બપોરે 12 વાગે નોકરીએ જવા માટે નીકળ્યો હતો અને સોસાયટીની બહાર જયેશ ચૌહાણ અને અનિલ ચૌહાણ સાથે બાઈક અથડાવવા બાબતે ઝઘડો થયો હતો. જે સમયે જયેશ ચૌહાણએ અનિલને માર માર્યો હતો. જે બાદ ફરિયાદીએ ત્યાં પહોંચીને મામલો થાળે પાડ્યો હતો અને દીકરાને નોકરી પર મોકલ્યો હતો. જો કે આ ઝઘડો વધુ ન ફેલાય તેના માટે ફરિયાદીએ પોતાના પરિચિત રમેશભાઈ મારવાડી, બળદેવભાઈ અને અજય પોહાર સહિતના લોકોને ઘરે બોલાવ્યા હતા અને સાંજના સમયે જયેશ ચૌહાણ અને અનિલ ચૌહાણના ઘરે ગયા (youth was killed by two brothers) હતા.