નરેશ પટેલ દ્વારા યુવાનો સાથે સામાજિક સંગઠન નેતૃત્વ સામાજિક પ્રવૃત્તિઓ સહિત અનેક વિષય પર ચર્ચા કરી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો, યુવતીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
ખોડલધામ સમિતિ અમદાવાદે 'યુવા સંવાદ' કાર્યક્રમ યોજ્યો - Gujarta news
અમદાવાદઃ ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા આયોજિત યુવા સંવાદ કાર્યક્રમમાં નરેશભાઈ પટેલે યુવાનો સાથે સંવાદ કર્યો હતો. પાટીદાર સમાજનાં ગૌરવ સમાન તેમજ ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ અમદાવાદ નિકોલ વિસ્તારમાં યુવા સંવાદ કાર્યક્રમમાં ખોડલધામ કમિટી અમદાવાદની નિમણૂક થયા બાદ પહેલી વખત પધાર્યા હતા. જ્યાં 35,000 જેટલી વિશાળ જનમેદનીને સંબોધી હતી.
Ahmedabad
ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં નરેશભાઈ પટેલ દ્વારા ટાઇમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું અને ટાઇમ મેનેજમેન્ટ કરી અને આગળ વધવું તે માટે યુવાઓ અને ખાસ કરી સામાજિક અગ્રણીઓને સૂચનો કરવામાં આવ્યા હતા.