અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી દાદીબીબી મસ્જિદ પાસે રહેતો મોહમદ ઝૂનેદ પોતાના એક્ટિવા પર જમાલપુર દરવાજા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેને માસ્ક પહેર્યું નહોતું. જેથી પોલીસ જવાને તેને છુટ્ટો દંડો માર્યો હતો. જેથી તે એક્ટિવા સાથે ડિવાઈડર સાથે પટકાયો હતો. જે દરમિયાન તેના મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.
માસ્ક ન પહેરનાર યુવકને પોલીસે છૂટો દંડો માર્યો, ઓપરેશન કરાવવું પડ્યું - અમદાવાદ સિવિલ હોસ્પિટલ
સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે લોકોને માસ્ક ફરજીયાત પહેરવાં માટે સૂચના આપવામાં આવી છે અને માસ્ક ન પહેરનારને 200 રૂપિયાનો દંડ કરવામાં આવે છે, ત્યારે જમાલપુર પાસે એક યુવકને માસ્ક ન પહેરવા બદલ પોલીસકર્મીએ છૂટો દંડો ફટકાર્યો હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે યુવક નીચે પટકાયો હતો અને તેને ગંભીર ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરાવવું પડ્યું છે.
અમદાવાદ
ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે સ્થાનિક અગ્રણીઓ આજે પોલીસ કમિશનરને રજુઆત કરી પોલીસના આ પ્રમાણેના વર્તન માટે ફરિયાદ કરશે.