ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: હીરાવાડી પાસે હોટલમાં યુવતીએ કરી યુવકની હત્યા, પાંચ વર્ષથી લગ્ન કર્યા વિના રહેતા હતા સાથે - Ahmedabad Crime News

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં લગ્ન વિના સાથે રહેતા યુવક યુવતી વચ્ચે અમુક કારણોસર ઝઘડો થતાં મારામારી થઈ હતી. યુવતીએ યુવકને ધક્કો મારી તેનું માથું દીવાલ અથવા તો જમીન અથડાવી જીવલેણ ઇજા પહોંચાડતા યુવકનું મોત થયું હતું. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

હીરાવાડી પાસે હોટલમાં યુવકની હત્યા, લગ્ન વિના સાથે રહેતી યુવતીએ રાત્રે કર્યું ન કરવાનું કામ...
હીરાવાડી પાસે હોટલમાં યુવકની હત્યા, લગ્ન વિના સાથે રહેતી યુવતીએ રાત્રે કર્યું ન કરવાનું કામ...

By

Published : Aug 14, 2023, 3:45 PM IST

અમદાવાદ:ક્રોધમાં માણસ કઈ પણ કરી નાંખે છે. ક્રોધના કારણે મોત પણ થઈ જાય છે. અમદાવાદમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવક યુવતી વચ્ચે અમુક કારણોસર ઝઘડો થતાં મારામારી થવાથી યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. હીરાવાડી પાસે આવેલી હોટલમાં યુવકની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

દાગીના બનાવવાનો વેપાર: મૂળ ઉત્તર પ્રદેશના અને નવા નરોડા ખાતે રહેતા યોગેશસિંહ ચૌહાણ (રાજપૂત) રતનપોળમાં દાગીના બનાવવાનો વેપાર કરે છે. તેઓ પરિવારમાં પાંચ ભાઈઓ છે. જેમાં નાનો ભાઈ રવિકાંત ચૌહાણ અગાઉ તેઓની સાથે રહેતો હતો. પરંતુ તેની પત્નીના મોતના ચાર મહિના બાદથી તે ત્યાં નજીકમાં રહેતા અનિલ શર્માની દીકરી ભારતી શર્મા સાથે સંપર્કમાં આવ્યો હતો. જે બાદ તે ભારતી શર્મા સાથે અલગ રહેવા ગયો હતો.તે બંને લગ્ન કરેલા ન હોવા છતાં તેઓ સાથે રહેતા હતા. તેઓને સંતાનમાં એક દીકરી પણ છે. રવિકાંત ક્યારેક ક્યારેક તેના દીકરાની ખબર કાઢવા આવતો હતો. તેનો દીકરો અન્ય ભાઈ સાથે રહે છે.

"આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહિલાને નજર કેદ કરી તપાસ શરૂ કરાઈ છે. ઝઘડા અને હત્યા પાછળનું કારણ જાણવા માટે મહિલાની ધરપકડ બાદ પૂછપરછ કરવામાં આવશે"--એ.જે ચૌહાણ (કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ)

મૃત જાહેર કર્યો:તારીખ 4 ઓગસ્ટ 2023 ના રોજ સવારના સમયે તેઓ દુકાન હાજર હતા. તે વખતે નાના ભાઈએ ફોન કરીને રવિકાંત સિવિલ હોસ્પિટલ ખાતે મરણ પામ્યો છે. તેવું જણાવતા તે તરત જ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેના ભાઈ રવિકાંતનો મૃતદેહ હોસ્પિટલમાં હતો. તેની જોડે ભારતી શર્મા હાજર હતી. તેઓએ ભારતી શર્માને ભાઈની મોતનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, તારીખ 3 ઓગસ્ટ 2023 ના રોજ રાત્રે તેઓ ઠક્કર નગર નેશનલ હાઇવે પાસે હીરાવાડી નજીક આવેલી હોટલ સર્ચ સ્ટોપના રૂમમાં હતા. તે સમયે રવિકાંતને ખેંચ આવતા બેડ ઉપરથી નીચે પડી જતા બેભાન થઈ ગયો હતો. સારવાર માટે હોસ્પિટલમાં લાવી હતી. જે બાદ તારીખ 4 ઓગસ્ટના રોજ તબીબે રવિકાન્તને મૃત જાહેર કર્યો હતો.

લગ્ન કર્યા વિના પત્ની: જે બાદ રવિકાંત શરીરે જોતા મોઢાના અને માથાના ભાગે તેમજ શરીરના ભાગે નાની મોટી ઇજા થયેલ હોય મોતનું કારણ જાણવા માટે પોલીસે પોસ્મોટમ કરાવ્યું હતું. બાદમાં પરિવાર અંતિમ વિધિ કરી હતી. રવિકાંત ચૌહાણ ભારતી શર્મા સાથે છેલ્લા પાંચ વર્ષથી લગ્ન કર્યા વિના પતિ પત્ની તરીકે અલગ રહેતો હતો. રવિકાંત તેમજ ભારતીય વચ્ચે અવારનવાર કારણસર ઝઘડા થતા હોય તે બાબતની તેણે મોટાભાઈને જાણ કરી હતી.

વેઇટરે શુ કહ્યું: જે બાદ ફરિયાદીને જાણ થઈ હતી કે રવિકાંત અને ભારતી જે હોટલ સર્ચ સ્ટોકમાં રોકાયા હતા. ત્યાં ત્રણ ઓગસ્ટના રોજ તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી તેઓએ હોટલમાં જઈને ત્યાં વેઇટર તરીકે કામ કરતા સતીશ મીણાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, બંને જણા રૂમમાં ઝઘડતા હતા અને તે રૂમમાં ગયો તે વખતે રવિકાંત રૂમના દરવાજા આગળ જમીન પર નીચે પડ્યો હતો. જેથી તેણે રવિકાન્ત બેડ ઉપર સુવડાવ્યો હતો.

  1. Ahmedabad Crime: જમ્મુથી હથિયારો લાવી બોગસ લાયસન્સ બનાવી હથિયાર વેચવાનું કૌભાંડ ઝડપાયું
  2. Ahmedabad Crime : સબ રજિસ્ટાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, ઘરમાંથી મળ્યા 58 લાખ રોકડ અને દારૂ

ABOUT THE AUTHOR

...view details