ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime News : મિત્રતાના સંબંધ પર કલંક, નરાધમે મિત્રની પત્ની પર બળાત્કાર ગુજાર્યો - Police action

અમદાવાદમાં એક યુવકે પોતાના મિત્રની પત્ની ઉપર બળાત્કાર ગુજાર્યાનો કિસ્સો સામે આવ્યો છે. બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીએ પતિના મિત્ર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પતિ સાથે થયેલા ઝઘડામાં સમાધાનના નામે પતિના મિત્રએ મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

Ahmedabad Crime News
Ahmedabad Crime News

By

Published : Aug 5, 2023, 9:52 PM IST

અમદાવાદ :બોપલ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ પતિના મિત્ર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પતિ સાથે થયેલા ઝઘડામાં સમાધાનના નામે પતિના મિત્રએ બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

નરાધમ યુવક : અમદાવાદમાં રહેતી એક યુવતીને થોડા સમય પહેલા તેના પતિ સાથે ઝઘડો થયો હતો. તે દરમિયાનમાં જ્યારે પતિનો મિત્ર ઘરે આવ્યો ત્યારે યુવતીએ પતિ સાથે થયેલા ઝઘડા બાબતે વાત કરી હતી. જેથી પતિના મિત્રએ સમાધાન કરાવવાનો દિલાસો આપ્યો હતો. બાદમાં પતિને મળવા લઇ જવાનું કહી અન્ય જગ્યાએ યુવતીને લઈ જઈ તેની છેડતી કરી હતી. બાદમાં મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

યુવતીએ પતિના મિત્ર સામે બળત્કારની ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદના આધારે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે આરોપીની ધરપકડ માટેની કામગીરી ચાલુ છે.-- એ.પી ચૌધરી (PI,બોપલ પોલીસ સ્ટેશન)

મિત્રતાના નામ પર કલંક :પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર શહેરના વેજલપુરમાં 32 વર્ષીય યુવતી તેના પતિ સાથે રહે છે. આ યુવતીનો પતિ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. જ્યાં તેની સાથે એક અન્ય યુવક પણ કામ કરતો હોવાથી બંને વચ્ચે પારિવારીક સંબંધો બંધાયા હતા. જેથી યુવતીના ઘરે અવાર નવાર આ પતિનો મિત્ર આવતો જતો હતો. દરમિયાનમાં એક દિવસ આ યુવતી ઘરે હતી ત્યારે પતિનો મિત્ર ઘરે આવ્યો હતો. ત્યારે યુવતીએ તેના પતિ સાથે ઝઘડો થયો હોવાની વાત આ મિત્રને કરી હતી.

પોલીસની કાર્યવાહી : યુવતી અને તેનો પતિ બંને એકબીજા સાથે ન બોલતા હોવાનું કહેતા પતિના મિત્રએ સમાધાન કરાવવાની વાત કરી હતી. બાદમાં તેણે યુવતીને શેલા ખાતે બોલાવી હતી. ત્યાં યુવતી પહોંચતા આરોપીએ તેનો પતિ હમણાં આવે છે જણાવ્યું હતું. આરોપીએ ખેતરમાં એક ઓરડીમાં તેની છેડતી કરી હતી. બાદમાં મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદના આધારે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  1. Ahmedabad Crime News : ટ્રેડ ફંડના નામે 2 કરોડનો ચૂનો લગાવવાનો પ્રયાસ, વેપારીની સજાગતાએ ઠગનો ભાંડો ફોડ્યો
  2. Ahmedabad Crime News: ડિસમિસની મદદથી અનેક ઘરફોડ ચોરીને અંજામ આપનાર ગેંગના 2 શખ્સો ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details