ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: ગોમતીપુરમાં પિતરાઈ ભાઈ સાથે બેઠેલા યુવક પર જીવલેણ હુમલો, આખરે થયું મોત - Gomtipur Ahmedabad Police Investigation

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પિતરાઈ ભાઈ સાથે બેઠેલા યુવક પર આરોપીએ અચાનક છરીથી હુમલો (Young man murdered in Gomtipur) કર્યો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી (Gomtipur Ahmedabad Police Investigation) છે.

Ahmedabad Crime: ગોમતીપુરમાં પિતરાઈ ભાઈ સાથે બેઠેલા યુવક પર જીવલેણ હુમલો, આખરે થયું મોત
Ahmedabad Crime: ગોમતીપુરમાં પિતરાઈ ભાઈ સાથે બેઠેલા યુવક પર જીવલેણ હુમલો, આખરે થયું મોત

By

Published : Feb 2, 2023, 3:16 PM IST

અમદાવાદઃશહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. વર્ષ 2023 અમદાવાદ શહેર પોલીસ માટે જાણે કે, અપશુકનિયાળ હોય તેમ હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સતત વધારો જોવા મળ્યો છે. નવા વર્ષના પહેલા દિવસથી લઈને સમગ્ર મહિનામાં અનેક હત્યાની ઘટનાઓ સામે આવી છે. તેવામાં હવે ગોમતીપુર વિસ્તારમાં છેલ્લા 15 દિવસમાં બીજી હત્યાની ઘટના બની છે.

આ પણ વાંચોPatan murder case: સાત વર્ષની સજા બાદ બહાર આવ્યો પ્રેમી, બાપ દીકરાએ કાયમી માટે સુવડાવી દીધો

ગોમતીપુરની ઘટનાઃ આ મામલે આરીફ હુસેન શેખ નામના ગોમતીપુરના યુવકે ફરિયાદ નોંધાવી છે, જેમાં 1 ફેબ્રુઆરીએ રાત્રિના 9 વાગ્યાના સમયે તે પિતરાઈ ભાઈઓ અને ભત્રીજા ફરહાન સાથે ગોમતીપુરમાં એન. કે રેસ્ટોરન્ટ પાસે બેઠા બેઠા વાતો કરતા હતો. તે વખતે ઈરફાન ઉર્ફે ગોલી ઉસ્માનખાન પઠાણ નામનો શખ્સ હાથમાં છરી જેવું હથિયાર લઈને અચાનક જ ફરિયાદી અને તેના સાથે બેઠેલા તમામ પર હુમલો કર્યો હતો.

આરોપીએ મૃતકના કાકી પર પણ કર્યો હુમલોઃફરિયાદી ઉપર છરીથી જીવલેણ હુમલો કરવાના ઈરાદે પહેલા તેમના ભત્રીજા ફરહાનને છરીના ઘા માર્યા હતા અને અન્ય પિતરાઈ ભાઈઓ વચ્ચે પડતા તેમને પણ અલગ અલગ ભાગ ઉપર છરીના હુમલા કર્યા હતા. ફરિયાદી ગભરાઈ જતા થોડાક દૂર જઈને ઊભો રહ્યો હતો. તે સમયે તેમના કાકી આવી જતા અને તે છોડાવવા પડતા આરોપીઓએ તેમને પણ છરીનો ઘા માર્યો હતો.

આ પણ વાંચોSurat Crime : એક ટકના ભોજન માટે પતિએ પત્નીને મારમારી મોતને ઘાટ ઉતારી

સારવાર દરમિયાન યુવકનું મોતઃ તે સમયે ઈરફાન ઉર્ફે ગોલીનો કોઈ સંબંધી સાકીબ ત્યાં આવી ગયો હતો અને ફરિયાદી સાથે ઝઘડો કરીને અપશબ્દો કહ્યા હતા. ત્યારબાદ ટોળું એકઠું થતા ઈરફાન ગોલી અને સાકીબ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ફરહાનને વધુ ઈજા થતા તેને રિક્ષામાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને સિવિસ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન ફરહાનનું મોત નીપજ્યું હતું.

પોલીસે શરૂ કરી હત્યારાની તપાસઃ આ ઘટના સંદર્ભે ફરિયાદીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઈરફાન ગોલી અને સાકીબ સામે હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ત્યારે આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ. જે. પાંડવે જણાવ્યું હતું કે, મોડી રાત્રે બનેલી ઘટનામાં આરોપી ફરાર થઈ ગયો હોવાથી આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details