અમદાવાદફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલી વિશાળ છે કે તેની વચ્ચે મહિલાઓ કયારે કચરાઇ જાઇ છે તેમની તેને પણ ખબર હોતી નથી. તેવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં મહિલાને થોડા વર્ષો પહેલા વેપારીને જાહેરાત માટે મોડલની જરૂર હોવાથી (Rape case in Ahmedabad) બંને વચ્ચે મુલાકાત થઈ હતી. યુવતી23 વર્ષીય છે અને વેપારી 48 વર્ષનો. આ વચ્ચે બન્ને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. આરોપીએ અવારનવાર લીવ ઇન રિલેશનશિપમાં રહેવાનું જણાવી તેની સાથે મુલાકાતકરી દુષ્કર્મ ગુજારતો હતો. પરંતુ તેણે આ કરાર ન કરતા આખરે યુવતીએ 48 વર્ષીય વેપારી(Rape case Gujarat) સામે ફરિયાદ કરી હતી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મોડલિંગઆ યુવતી મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં (Mumbai Film Industries) મોડલિંગ કરે છે. તેના પરિવારના તમામ સભ્યો બિહાર ખાતે રહે છે. આજથી સાડા ચારેક વર્ષથી તે મોડલિંગનું કામ કરતી હતી. તે વખતે વર્ષ 2019 માં મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં એક વ્યક્તિએ આ યુવતીને અમદાવાદ ખાતે રહેતા 48 વર્ષીય વ્યક્તિ સાથે પરિચય (raped modeling girl) કરાવ્યો હતો. જે વ્યક્તિનો અમદાવાદમાં કપડાનો વ્યવસાય છે. અને તેને કપડાની જાહેરાત માટે શૂટિંગ કરાવવાનું છે. તેવું આ યુવતીને જણાવવામાં આવ્યું હતું.
અમદાવાદ બોલાવીત્યારબાદ આ 48 વર્ષીય વ્યક્તિએ યુવતીને અમદાવાદ બોલાવી હતી. યુવતી અમદાવાદ આવતા તેને રેલ્વે સ્ટેશન આ વ્યક્તિ લેવા ગયો હતો. અને બાદમાં તેને એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં જાહેરાત માટે લુક ટેસ્ટ કરવાનું કહી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતી ગભરાઈ જતા તે મુંબઈ જતી રહી હતી.