- પ્રદેશ ભાજપની 12 અને 13 ડિસેમ્બરના રોજ ચિંતન બેઠક
- ભાજપમાં સમયાંતરે ચિંતન બેઠક યોજવાની છે, પરંપરા
- કોરોનાને કારણે રદ્દ થઈ હતી ભાજપની ચિંતન બેઠક
અમદાવાદઃ આગામી 12 અને 13 ડિસેમ્બરના રોજ ભાજપા પ્રદેશ કાર્યાલય 'કમલમ', ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપાની બે દિવસીય ચિંતન બેઠક યોજાશે. આ ચિંતન બેઠક 12 ડિસેમ્બર, શનિવારે સાંજથી શરૂ થશે.
ચિંતન બેઠકમાં ભાજપના મહત્વના નેતાઓ ઉપસ્થિત રહેશે
આ ચિંતન બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.