ગુજરાતના હેરિટેજ પ્લેસ પર પણ આ વર્ષે યોગા થશે - heritage palace
અમદાવાદઃ વિશ્વ યોગા દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ યોગા નું આયોજન સરદાર પટેલ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે જેમાં આશરે 12 થી 20 હજાર જેટલા લોકો ભાગ લેશે.
21 જૂન વિશ્વ યોગા દિવસ ઉજવવામાં આવે છે ત્યારે અમદાવાદમાં પણ યોગા નું વિશિષ્ટ આયોજન કરવામાં આવેલું છે. જેમાં શાળા કોલેજો તેમજ બીજી અનેક સંસ્થાઓ ભાગ લેશે માત્ર આટલું જ રહી પરંતુ ગુજરાતના જેટલા પણ હેરિટેજ પ્લેસ છે ત્યા પણ આ વર્ષે યોગા નું આયોજન કરવામાં આવ્યું છે તેના પરેણામે ગુજરાતની હેરિટેજ જગ્યા ને આંતરરાષ્ટ્રીયકક્ષાએ લોકો વધારે ને વધારે ઓળખતા થશે તો અમદાવાદમાં દાદા હરિ ની વાવ જેવી જગ્યાઓએ યોગા થશે અને એક જ પદ્ધતિથી બધી જ જગ્યાએ યોગા કરવામાં આવશે. તો આ યોગા દિવસ નિમિત્તે 35 જેટલી સંસ્થાઓએ ભાગ લીધો છે અને 15 લાખ જેટલા લોકો 21 જૂને 7:00 એક જ સમયે યોગા કરશે.