અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે અમદાવાદ:21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થતી હોય છે. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને વિશ્વ યોગ દિવસની માહિતી આપી હતી.
અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે જણાવ્યું હતું કે,અમદાવાદ જિલ્લામાં કુલ 8 આઇકોનિક સ્થળ ઉપર વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવશે . આ આઠ સ્થળોમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ, વિન્ટેજ વિલેજ કાર મ્યુઝિયમ ,ગાંધી આશ્રમ ,કોચરબ આશ્રમ, ઈસરો, સાયન્સ સીટી,આઇઆઇએમ, યોગ કાર્યક્રમ થશે.આ સાથે જ આખા જિલ્લામાં કુલ 2200 જેટલી જગ્યા ઉપર યોગ કાર્યક્રમની ઉજવણી થશે.
કલેકટર પ્રવિણા ડી.કે સૌ કોઈને અપીલ કરતાં જણાવ્યું હતું કેવિશ્વ યોગ દિવસના દિવસે તમારા આજુબાજુના કોઈપણ નજીકના ક્ષેત્રમાં જ્યાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી થતી હોય ત્યાં સૌ કોઈ અચૂક ભાગ લે તેમજ યોગ અંગે લોકજાગૃતિ થાય તે માટે સૌ કોઈ પ્રયત્ન કરે અને યોગનો લાભ લે. અમદાવાદ જિલ્લામાં આ વર્ષે કુલ યોગ દિવસ માટે 4:30 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જે ગત વર્ષ કરતાં વધારે સંખ્યા છે .ગત વર્ષે ૩.૫૯ લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ: વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના તથા તાલુકા કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ શાળા કોલેજોમાં અને વિવિધ વિભાગો દ્વારા થતા વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોમાં યોગ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે માટે પણ ખાસ વિશેષ આયોજન કરવામાં આવ્યા છે.આ સાથે જ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ,એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ માટે એવા અલગ અલગ બધા જ ડિપાર્ટમેન્ટ માટે પણ યોગના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરૂ કરનાર આંતરરાષ્ટ્રીય યોગ આજે ભારતમાંથી વિશ્વ ફલક ઉપર પહોંચ્યો છે અને આજે વિશ્વના તમામ લોકો આમાં જોડાઈને લાભ મેળવી રહ્યા છે.
યોગ કરવાથી શું બેનિફિટ્ થાય: આ યોગા દિવસ થકી લોકોને યોગ વિશેના ફાયદા યોગ કરવાથી શું બેનિફિટ્ થાય છે તેવો મેસેજ પણ પહોંચે એવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે. યોગા ની એક દિવસ પ્રેક્ટિસ પછી માત્ર લોકો જો રોજબરોજ પોતાની દિનચર્યામાં આનો સમાવેશ કરે તો અનેક પ્રકારના ફાયદાઓ થઈ શકે છે. યોગ દિવસ થકી જે પણ યોગ કરે રોગમાંથી મુક્તિ મળે છે તેમજ શરીર સ્વસ્થ રહે છે અને નીરોગી રહે છે તે માટે આ પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે.
- Himmatnagar Dhansura highway: વિચિત્ર અકસ્માત, લાખો રૂપિયાનો ગ્રેનાઈટ સ્ટોન બિનવારસી મળી આવ્યો
- World Father's Day: ચાની લારી ચલાવનાર પિતાએ પોતાની ત્રણ દીકરીઓને કુસ્તીમાં નેશનલ પ્લેયર બનાવી