સતત વધી રહેલી ગરમીને કારણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસોમાં લોકોને વધુ સજાગ રહેવા તથા બપોરના સમયે બહાર ન નીકળવા સૂચના આપી છે. આગામી પાંચ દિવસોમાં ગરમીનો પારો વધશે અને ૪૩ ડિગ્રીની આસપાસ રહેશે. અગાઉ અમદાવાદ શહેરમાં હિટ વેવની આગાહી કરવામાં આવી હતી. જેના બાદ ગરમી સતત વધતા હવે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં વધુ પાંચ દિવસ યલો એલર્ટ - yellow alert
અમદાવાદ સહિત દેશભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે ગરમીની આ પ્રથમ ઇનિંગમાં ગુજરાતના અમદાવાદ સહિતના શહેરો તપી રહ્યા છે. ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ગરમી સતત વધી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ પાંચ દિવસ માટે અમદાવાદ શહેરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતના અન્ય સાત જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.
પ્રતિકાત્મક ફોટો
વધતી ગરમીની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. જેને લઇ રાજ્યના સાત જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. જેમાં સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને રાજકોટ માં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.