હાલ, દેશભરમાં CAA-NRCનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકીય નેતાઓ પણ લોકો સાથે મળીને આ કાયદાના સખત વિરોધ કરી રહ્યાં છે. જેમાં પૂર્વ નાણાપ્રધાન અને કોંગ્રેસ નેતા યશવંત સિંહા પણ જોડાયા છે. તેઓ શનિવારે અમદાવાદની મુલાકાતે હતા. તે દરમિયાન તેમણે CAA-NRC અને પોલીસ વિભાગ દ્વારા લાગું કરાયેલી કલમ 144ના વિરોધમાં યોજાયેલી રેલીમાં જોડાયાં હતાં. આ રેલીમાં સ્થાનિક નેતઆઓ સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
યશવંત સિંહાએ લોકો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે," બાબાસાહેબ આંબેડકરના બંધારણની રક્ષા કરવામાં આવશે. 1947 જે ભાગલા થયાં બાદ હવે નવા કાયદા લાવી બીજીવાર ભાગલા પાડવાના જે પ્રયાસો કરાઈ રહ્યાં છે તેને સફળ થવા દઈશુૂં નહીં. મહાત્મા ગાંધીની ફરીવાર હત્યા થઈ શકશે નહીં અને દેશમાં બિનસાંપ્રદાયિક અને સમાનતાનો વાતાવરણ ઊભું કરીશું."
યશવંત સિંહાએ કેબિને સિસ્ટમ વિશે વાત કરતાં કહ્યું હતું કે, "મોદી સરકાર નાણાપ્રધાન વગર જ બજેટ બનાવી રહી છે. જો મારી સાથે આવો કોઈ વ્યવહાર થયો હોત, તો હું નાણાપ્રધાન પદ પરથી રાજીનામુ આપી દેત. મોદી સરકારમાં કેબિનેટ દ્વારા કોઈ નિર્ણ લેવાતો નથી. એટલે કેબિનેટ સિસસ્ટમ જ બંધ થઈ ચૂકી છે."