વર્લ્ડકપમાં ભારતની જીત માટે અમદાવાદમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા હવન અને પૂજા કરવામાં આવી હતી. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારત મંગળવારે સેમિફાઇનલ જીતે અને ફાઇનલમાં પ્રવેશીને વિશ્વકપમાં ફરી ભારતની જીત થાય તેવી આશા સાથે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.
વર્લ્ડકપ સેમિફાઇનલમાં ભારતની જીત માટે અમદાવાદમાં યજ્ઞ કરવામા આવ્યો - AHD
અમદાવાદઃ ICC ક્રિકેટ વર્લ્ડકપ-2019માં પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે રહેલી ભારતીય ટીમ વર્લ્ડકપ સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ સામે ટકરાશે. ત્યારે ટીમ ઇન્ડિયાની જીત માટે અમદાવાદમાં મંગળવારે હવન કરવામાં આવ્યો હતો.
અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓએ સુકાની વિરાટ કોહલી પર વિશ્વાસ દર્શાવ્યો અને કહ્યું કે, જે રીતે 1983માં કપિલ દેવ અને 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારતે વિશ્વકપ પોતાને નામ કર્યો હતો. તેવી જ રીતે 2019માં વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા વિજેતા બનશે.
વર્લ્ડકપને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વખતે ફરી ટીમ ઇન્ડિયા વિશ્વ વિજેતા બને તેવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ભારત બે વખત વિશ્વકપમાં ચેમ્પિયન બન્યું છે, જ્યારે ન્યૂઝીલેન્ડ એક પણ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું નથી. ભારત ન્યૂઝીલેન્ડ સામે જીતશે તેવો વિશ્વાસ સૌ ક્રિકેટ પ્રેમીઓ કરી રહ્યા છે.