અમદાવાજ: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં આવેલી નીચલી કોર્ટમાં આસિસ્ટન્ટ કલાર્કની ભરતી માટે બહાર પડેલા મેરિટમાં જનરલ કેટેગરીની 121 બેઠકો ખાલી રહી જતા SC અને SEBC વર્ગના 122 જેટલા ઉમેદવારોએ તેમને જનરલ કવોટાની બેઠક ફાળવવા માટે દાખલ કરાયેલી અરજી મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 11મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.
અરજદાર તરફથી દાખલ કરવામાં આવેલી અરજી મુજબ મહત્વનું અવલોકન કરતા હાઇકોર્ટે કહ્યું કે, શું આ લાભ મેળવવા માટે અરજદાર હમેશા જનરલ કેટેગરીમાં ગણાવવા તૈયાર છે, કારણ કે અગાઉ જે લોકો આ રીતની અરજી દાખલ કરી હતી, તેમને અનામત ક્વોટાના ઘણા લાભ મળ્યા હતા.