અમદાવાદ: પત્ની દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરેલી હેબિયસ કોર્પસ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, ન્યૂઝીલેન્ડ હાઈકોર્ટમાં તેનો પતિ બાળકોનો કબજો હારી ગયો હોવા છતાં ત્રણેય બાળકોને લઈ ભારત આવી ગયો છે. તેના બાળકોને બેંગ્લોર શિફ્ટ કરાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મહિલાનો આક્ષેપ છે કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે જ્યારે પતિ બાળકોને લઈને ભાગી ગયો ત્યારે બાળકો ખૂબ જ નાના હતા. અનેક કોર્ટમાં અરજી કર્યા છતાં તેઓ પરત અરજદારને મળી શક્યા નથી.
ન્યૂઝીલેન્ડમાં રહેતી મહિલાએ બાળકોનો કબજો મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી - seeking custody of the children
ન્યૂઝીલેન્ડમાં રહેતી NRI મહિલાએ તેના પતિ સાથે રહેતા ત્રણ બાળકોનો કબજો મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. પત્ની દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ન્યૂઝીલેન્ડ હાઈકોર્ટના નિર્દેશની વિરુદ્ધ જઈને પતિએ બાળકોનો કબજો લીધો હતો.
ન્યૂઝીલેન્ડમાં રહેતી મહિલાએ બાળકોનો કબજો મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી
ગુજરાત હાઈકોર્ટે પોલીસને બાળકોને અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટ રજૂ કરવાનો હુકમ કર્યો છે. જો કેસમાં પોલીસ કમિશ્નરની મદદ પડે તો તેમને પણ વાત કરવાની કોર્ટે ટકોર કરી છે.