ગુજરાત

gujarat

ETV Bharat / state

World Theatre Day : એકસાથે 51 મહિલાઓએ એકપાત્ર અભિનય કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન - વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયા

વિશ્વ રંગભૂમિ દિવસ અંતર્ગત અમદાવાદની 51 જેટલી મહિલાઓએ એકપાત્ર અભિનય કરીને વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રેસિડેન્ટ પાવર સોલંકી દ્વારા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સર્ટિફિકેટ તેમજ મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

World Theatre Day : એકસાથે 51 મહિલાઓએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
World Theatre Day : એકસાથે 51 મહિલાઓએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

By

Published : Mar 27, 2023, 7:48 AM IST

Updated : Mar 27, 2023, 8:03 AM IST

World Theatre Day : એકસાથે 51 મહિલાઓએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

અમદાવાદ :વિશ્વ રંગભૂમિ દિવસની અમદાવાદના સદવિચાર પરિવારના સભાગૃહ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 51 મહિલા કલાકારોએ એકપાત્રય અભિનય ભજવીને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું હતું. જેમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ જીનિયસ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પાવન સોલંકી હાજર રહી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ચીફ સેક્રેટરી પ્રવીણ લહેરી, અભિનેત્રી રોમા માણેક,અભિનેત્રી મોના થીબા, યોગેશ ગઢવી સહિત કલાકારો પણ હાજર રહ્યા હતા.

એકપાત્ર અભિનય કરીને ઇન્ડિયા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાયું :શીતલ જાનીએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હુ આજે રામાયણની અંદરનું મહત્વનું પાત્ર જે કહી શકાય સીતાનું પાત્ર ભજવી રહી છું. મને આ પાત્ર ભજવવાની બાળપણથી જ ખૂબ જ ઈચ્છા હતી જે મારી ઈચ્છા આજે પૂર્ણ થઈ રહી છે. મને જે આ પ્લેટફોર્મ પર મારો આ અભિનય કરવાનો મોકો આપ્યો તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. વધુમાં જણાવ્યું હતું કે, અમે છેલ્લા બે મહિનાથી અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને આજે એક સાથે 51 મહિલાઓ એકપાત્ર અભિનય કરીને ઇન્ડિયા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાયું છે.

આ પણ વાંચો :Chaitra Navratri 2023 : છઠ્ઠા દિવસે કરો મા કાત્યાયનીની પૂજા, આ છે પૂજા પદ્ધતિ, મંત્ર અને આરતી વિશે સંપૂર્ણ માહિતી

વિશ્વ રંગમંચ દિવસ :વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ પાવન સોલંકીએ Etv Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વિશ્વ રંગમંચ દિવસે કલા સેતુ અને કલાસેતુ ગરવી 51 મહિલાઓએ એકપાત્ર અભિનય કરીને એક નવો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. જેમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાની ટીમ અહીંયા આવીને 51 બહેનોનું એકપાત્ર અભિનય જોઈને તેની ઉપર ચકાસણી કરીને એક આખો રેકોર્ડ નોંધાવ્યો હતો અને તે રેકોર્ડ અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાનું સર્ટિફિકેટ તેમજ મેડલ પણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :Price Cap For Natural Gas: સરકાર દેશમાં ઉત્પાદિત કુદરતી ગેસ માટે પ્રાઇસ કેપ નક્કી કરવા કરશે વિચારણા

અલગ અલગ પાત્રમાં ભજવવ્યા હતા એકપાત્ર અભિનય :અમદાવાદના જોધપુર ખાતે આવેલ સદવિચાર પરિવારમાં એક સાથે 51 જેટલી મહિલાઓ દ્વારા એકપાત્ર અભિનય કરવામાં આવ્યું હતું. જેની અંદર સીતાનો રોલ, માતાનો રોલ, એક વૃદ્ધ મહિલાનો રોલ, એક લાચાર સ્ત્રીનો રોલ, જેવા અલગ અલગ રોલ પસંદ કરીને મહિલાઓ દ્વારા એકપાત્ર અભિનય કરવામાં આવ્યું હતું. જેમાં દરેક મહિલાને અંદાજિત પાંચથી સાત મિનિટ સુધી એકપાત્ર અભિનય કરવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો. એ સમયની અંદર મહિલાએ પોતાનું એક પાત્ર અભિનય પૂર્ણ કરવાનું હતું.

Last Updated : Mar 27, 2023, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details