રાજકોટ : આપણે સૌ જાણીએ છીએ કે સ્વસ્થ આહાર અને કસરત જીવન માટે સારું છે. તે સાથે પૂરતી ઊંઘ લેવી એ શરીર માટે મહત્વનો મુદ્દો છે. ઊંઘની માત્રા, ગુણવત્તા જાગતી વખતે સતર્કતા જાળવવામાં મદદ કરે છે. દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત અલગ અલગ હોય છે છતાં, પુખ્ત વ્યક્તિએ આઠ કલાકની ઊંઘ દિવસમાં લેવી જોઈએ. જ્યારે 8 કલાકથી વધુ ઊંઘની બાળકોને જરૂર હોય છે.
1264 લોકો પર ઊંધનો સર્વે : આજકાલ વિવિધ કારણોસર ઘણા લોકોને પૂરતી ઊંઘ મળતી નથી. તેઓ ધણા લાંબા સમય સુધી ઊંઘથી વંચિત રહે છે. તો બીજી તરફ કેટલાક લોકો નાર્કોલેપ્સી અને અન્ય રોગો જેવી ઊંઘની વિકૃતિઓથી પીડાય છે. સામાન્ય રીતે, ઊંઘની પેટર્ન ઘણા કારણથી બગડતી હોય છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ એ.જોગસણ દ્વારા 1264 (620 પુરુષ અને 644 મહિલાઓ) લોકો પર કરેલ સર્વેના આધારે કહી શકાય કે 27.90 ટકા લોકો ઊંઘની સમસ્યાઓ અનુભવે છે.
ઊંઘની સમસ્યાનું કારણ : 21 ટકા પુરુષોને કોઈને કોઈ નીંદર સંદર્ભે સમસ્યાઓ છે. 36 ટકા સ્ત્રીઓને નિંદરની સમસ્યાઓ અનુભવે છે. 36.90 ટકા પુરુષોએ કહ્યું કે, નીંદરની સમસ્યા માટે વ્યસન સ્ટ્રેસ જવાબદાર છે. 45 ટકા સ્ત્રીઓએ કબૂલ્યું કે આવેગિક સમસ્યાઓ, ઘર કંકાસ નિંદરની સમસ્યા માટે જવાબદાર. કોરોના પછી નિંદરની સમસ્યાઓ વધી છે એવું 36 ટકા લોકોએ જણાવ્યું. જુદીજુદી ચિંતાથી નિંદર નથી આવતી એવું 21 ટકા લોકોએ જણાવ્યું અને ઘર કુટુંબની ચિંતાને કારણે 34.65 ટકા લોકોને ઊંઘની સમસ્યા અનુભવાય છે.
આ પણ વાંચો :ઊંઘને આપો સર્વોચ્ચ પ્રાથમિકતા: જાણો સારી ઊંઘ કેવી રીતે આવી શકશે
ઊંઘમાં વિક્ષેપ થવાના કારણો :તણાવપૂર્ણ જીવન, કૌટુંબિક જવાબદારીઓ વ્યસ્ત જીવન, આંતરસ્ત્રાવીય, હતાશા, ચિંતા, થાક અને બેચેની ઊંઘમાં વિક્ષેપ થવાના કારણો હોય શકે છે.