ગુજરાત

gujarat

ETV Bharat / state

7,500 યુવા મતદારોએ ઑનલાઇન રજિસ્ટ્રેશન કરી નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ

અમદાવાદ: બ્રિટન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સંસ્થા દ્વારા જિલ્લા કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડે, ગુજરાત યુનિવર્સિટી કુલપતિ હિમાંશુ પંડ્યા તથા રેડિયો સીટી RJ હર્ષિલને 7,500 ફર્સ્ટ ટાઈમ વોટરની ઑનલાઇન નોંધણી કરી વિશ્વ વિક્રમ સ્થાપવા બદલ સંયુક્ત પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ દિવ્ય ત્રિવેદી દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

By

Published : Apr 11, 2019, 4:27 PM IST

Updated : Apr 11, 2019, 6:45 PM IST

સ્પોટ ફોટો

ડૉ. વિક્રાંત પાંડે જણાવ્યું કે, આ પ્રમાણપત્ર સ્વીકારતા રાજ્ય ચૂંટણીપંચ ખુબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. દેશના ચૂંટણીપંચે આ ઉપલબ્ધિની નોંધ લીધી છે. આ પહેલથી ગુજરાત યુનિવર્સિટી અને શહેરના યુવાવર્ગે દેશને એક નવી રાહ ચીંધી છે. કલેકટરે સમગ્ર ટીમ અને ગુજરાત યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા.

7,500 યુવા મતદારોનો એક સાથે ઑનલાઇન રજિસ્ટ્રેશનનો બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કુલ 1.1 લાખ ઓનલાઇન રજીસ્ટ્રેશન થયા છે. જેમાંથી 7,500નું પ્રથમ વખત રજીસ્ટ્રેશન એક જ સ્થળે અને એક જ સમયે કરવામાં આવ્યું હતું.

આ તકે ગુજરાત યુનિવર્સિટી કુલપતિ હિમાંશુ પંડ્યા યુવાવિકાસ લક્ષી તમામ કાર્યોમાં વહીવટીતંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. તેમજ અધિક નિવાસી કલેકટર મેહુલ દવે, અધિક કલેકટર ચૂંટણી ચેતન ગાંધી, ચેતન પંડ્યા જિલ્લા શિક્ષણ અધિકારી આર.સી.પટેલ અને રેડિયો બ્રાન્ડ એમ્બેસેડર RJ હર્ષિલ હાજર રહ્યા હતા.

Last Updated : Apr 11, 2019, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details