ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વ અંગદાન દિવસે ચર્ચાયા ઘણા રસપ્રદ ફેક્ટસ જેનાથી અજાણ હશો તમે - આરોગ્ય સેવા

વિશ્વ અંગદાન દિવસે World Organ Donation Day 2022 અમદાવાદ સિવિલ મેડિસીટી કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજીને ઉજવણી કરવામાં આવી હતી. અંગદાન અંગેના organ donationકાર્યક્રમોમાં ઘણા રસપ્રદ ફેક્ટ જાણવા મળ્યા હતા. અંગોના ટ્રાન્સપ્લાન્ટમાં સમગ્ર વિશ્વમાં અમેરિકા અને ચાઇના બાદ ભારત ત્રીજા ક્રમે છે.

વિશ્વ અંગદાન દિવસે ચર્ચાયા ઘણા રસપ્રદ ફેક્ટસ જેનાથી અજાણ હશો તમે
વિશ્વ અંગદાન દિવસે ચર્ચાયા ઘણા રસપ્રદ ફેક્ટસ જેનાથી અજાણ હશો તમે

By

Published : Aug 14, 2022, 9:11 AM IST

અમદાવાદ વિશ્વ અંગદાન દિવસે World Organ Donation Day 2022અમદાવાદ સિવિલ મેડિસીટી કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજીને ઉજવણી કરવામાં આવી હતી. કિડની ઇન્સ્ટીટ્યુટના Ahmedabad Civil Medicine Kidney Institute ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ ઉપસ્થિત તમામ લોકોને અંગોનું વેઇટીંગ ઘટાડવા અંગદાન અંગેની સમાજમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવા લોકોને માહિતગાર કર્યા હતા. મહત્વનું છે કે અંગદાન અંગેના ઘણા રસપ્રદ ફેક્ટ આજે જાણવા મળ્યા હતા. અંગોના ટ્રાન્સપ્લાન્ટમાં સમગ્ર વિશ્વમાં અમેરિકા અને ચાઇના બાદ organ donationભારત ત્રીજા ક્રમે છે.

વિશ્વ અંગદાન દિવસ

અંગોના દાનમાં 80 ટકા મહિલાઓઆ ઉપરાંત અન્ય રસપ્રદ વિગતો પર નજર નાખીએ તો હાલ દેશમાં થતા ટ્રાન્સપ્લાન્ટમાંથી 85 ટકા જીવીત વ્યક્તિના અંગોથી અને 15 ટકા જ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી મળેલા અંગોની મદદથી ટ્રાન્સપ્લાન્ટ Importance of organ donationથાય છે. જ્યારે દેશની પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલમાં 65 ટકા કિડની, 25 ટકા લીવર અને 10 ટકા વધુ હ્યદય, ફેફસા, સ્વાદુપિંડ જેવા અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થતા જોવા મળે છે. દેશમાં મળતા કુલ અંગોના દાનમાં 80 ટકા મહિલાઓ થકી અંગદાન થાય છે.

આ પણ વાંચોOrgan Donation in Vadodara : વડોદરાના કોમલ પટેલના આ કાર્યથી અનેક લોકોના જીવનમાં ફેલાશે રોશની

ગર્ભાશયના પ્રત્યારોપણ અંગની ચર્ચાઓ રસપ્રદ બનીઅમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સિટ્યુટમાં છેલ્લા 5 વર્ષમાં 6500 થી વધુ કિડની અને 500 થી વધુ લીવરના સફળ ટ્રાન્સપ્લાન્ટ થયા. આની સાથે જ મહત્વની ખાસ એ વાત કરવામાં આવી કે કિડની ઇન્સ્ટીટ્યુટને તાજેતરમાં જ મળેલી ગર્ભાશયના પ્રત્યારોપણ અંગની ચર્ચાઓ રસપ્રદ બની રહી હતી. કેટલાક મેડિકલ કારણોસર માતૃત્વ ધારણ કરવા અક્ષમ મહિલાઓ માટે સરોગેસી અને આઇ.વી.એફ. જ એક માત્ર વિકલ્પ બચે છે ત્યારે ગર્ભાશયના પ્રત્યારોપણ ઉપલબ્ધ બનતા માતૃત્વની ઝંખના રાખતી મહિલાઓ માટે આ વરદાન રૂપ સાબિત થશે તેમ કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ કહ્યું હતું.

આ પણ વાંચોગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સિવિલ હોસ્પિટલમાં 77 અંગદાન, દર્દીઓના અંધકારમય જીવનમાં ઉજાસ ફેલાયો

લોકોને નવ જીવન આપી શકીએકિડની ઇન્સ્ટિટયૂટ ના ડાયરેક્ટર ડોક્ટર વિનિત મિશ્રા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આપણી પાસે સોટોના લિસ્ટ પ્રમાણે જોઈએ તો ઘણી વધુ અંગદાન થયું છે. અત્યારે પણ જોઈએ તો લોકોમાં જાગૃતિ આવી રહી છે અને અંગદાન પ્રત્યે લોકો જાગૃત બન્યા છે. અંગદાન જાગૃતિના લીધે પરિણામે અગાઉ જીવીત વ્યક્તિના અંગોના દાન થતી ટ્રાન્સપ્લાન્ટમાં ઘટાડો થઇને આજે 40 ટકા પ્રત્યારોપણ અંગદાનથી મળેલા અંગોની મદદથી થાય છે. જે આંક અગાઉ 20 ટકા હતો. આમ અંગદાન માટે થઈને લોકો ઘણા જાગૃત બન્યા છે અને અંગદાન થકી આપણે લોકોને નવ જીવન આપી શકીએ તો જરૂરથી અંગદાન કરવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details