અમદાવાદઃમાનવજીવનમાં રોટી, કપડા અને મકાન આ પ્રાથમિક (World Environment Day 2022)જરૂરિયાતો છે. આ ત્રણેય પાયાની જરૂરિયાતોની વિશેષતા એ છે કે માનવી જ્યાં વસતો હોય તે પ્રદેશની ભૂગોળ તેની પર ખૂબ જ અસર કરતી હોય છે. ભારતના જુદા-જુદા ભાગોમાં ખાણી-પીણી, પોશાક અને રહેઠાણમાં અલગ-અલગ વિશેષતાઓ જોવા મળે છે. વિશ્વ પર્યાવરણ દિવસ જ્યારે આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાને ધ્યાનમાં રાખીને ભારતના ગરમ અને ઠંડા પ્રદેશના (Hot and cold regions of India )બે શહેરો અમદાવાદ અને શિમલાના પારંપરિક મકાનોની વિશેષતા જાણીશું.
આ પણ વાંચોઃWorld Environment Day 2022 : 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવવાની પ્રક્રિયા ક્યારે શરૂ થઈ? જાણો...
પ્રદેશની આબોહવાને ધ્યાનમાં રાખીને બને છે મકાનો -મનુષ્ય પોતાની રહેણીકરણી, સંસ્કૃતિ, રીત-રિવાજ, ખોરાક વ્યવસાય જેવા પરિબળોને આધારે જે-તે વિસ્તારમાં મકાનની બાંધણી કરતો હોય છે. અમદાવાદ શુષ્ક, ગરમ અને મેદાની વિસ્તાર છે. અહીં પારંપરિક ઢબના મકાનો પૂર્વના પોળના વિસ્તારોમાં જોવા મળે છે. કારણ કે, સૌપ્રથમ અમદાવાદ નગર પૂર્વ વિસ્તારમાંથી વિકસીને પશ્ચિમમાં ફેલાયું. આ મકાનોમાં ઈંટ લાકડાનો વધુ ઉપયોગ જોવા મળે છે. લાકડાની વિશેષતા એ છે કે તે જલ્દી ઠંડું કે જલ્દી ગરમ થતું નથી. હવાની સતત અવર-જવર માટે બારીઓ તેમજ ઘરની બંને તરફ દરવાજા રાખવામાં આવે છે. ગરમીની અસર ઘટાડવા ઘરની દીવાલો પર ચૂનો લગાડવામાં આવે છે. વરસાદ ઓછો હોવાથી ઓછા ઢાળ વાળી છત હોય છે.