- આજે વિશ્વ પર્યાવરણ દિવસ ( World Environment Day )ની ઉજવણી
- વર્ષ 1972થી ઉજવવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસ ( World Environment Day )
- પર્યાવરણની જાળવણી એ જ વિશ્વ પર્યાવરણ દિવસ ( World Environment Day )નો મુખ્ય હેતુ
અમદાવાદ : આજે વિશ્વ પર્યાવરણ દિવસ( World Environment Day ) છે. વર્ષ 1972માં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થામાં 5 જૂનથી 16 જૂન સુધી માનવ પર્યાવરણ પર શરૂ કરવામાં આવેલા સંમેલન સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા અને સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમ દ્વારા કેટલાક પ્રભાવકારી અભિયાનોને ચલાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ ( World Environment Day )ની ઉજવણી કરવામાં આવી છે. આ સંમેલનમાં સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમ UNEPનો જન્મ થયો અને દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ( World Environment Day )ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકોમાં પર્યાવરણની જાગૃતતા, ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓને અંગે લોકો માહિતી મેળવી શકે તે માટે અવેરનેસ કાર્યક્રમ સમગ્ર દેશમાં ચલાવવામાં આવે છે.
World Environment Day 2021ની ઉજવણી
પાકિસ્તાન યુનાઇટેડ નેશન એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP)ની ભાગીદારીમાં World Environment Day 2021ની યજમાન કરશે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ( World Environment Day )ની થીમ ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન પર રહેશે. પ્રકૃતિ સાથેના આપણા સંબંધોને ફરીથી પ્રસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સરકાર પાસે કરોડો રૂપિયાનો દંડ અને ફંડ તિજોરીમાં જમા છે, પણ વાપરવામાં આવતા નથી