ગુજરાત

gujarat

ETV Bharat / state

World Cup 2023 India-Pakistan Match : હોટલોએ વધુ કમાણીની લાલચે બ્લોક કરેલા રુમ હવે અનબ્લોક કરશે, હજુ ભાવ ઘટશે - બ્લોક

વર્લ્ડ કપ 2023ની સૌથી રોમાંચક મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની 14 ઓક્ટોબરે રમાશે. ત્યારે ઉમટી પડનારા ક્રિકેટરસિકો માટે હોટેલ સ્ટે વધશે. અમદાવાદની ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટલોમાં ભાવ રોકેટ ગતિએ વધેલાં છે ત્યારે હવે આંશિક ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. હવે મેચ નજીક આવતા બ્લોક રૂમ અનબ્લોક કરાયાં છે ત્યારે હજુ હોટલ રુમના ભાવ ઘટી શકે છે.

World Cup 2023 : ભારત પાકિસ્તાન મેચ, વધુ કમાણીની લાલચે બ્લોક કરેલા રુમ હવે અનબ્લોક થવા શરુ, હજુ ભાવ ઘટશે
World Cup 2023 : ભારત પાકિસ્તાન મેચ, વધુ કમાણીની લાલચે બ્લોક કરેલા રુમ હવે અનબ્લોક થવા શરુ, હજુ ભાવ ઘટશે

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 8:33 AM IST

હજુ હોટલ રુમના ભાવ ઘટી શકે

અમદાવાદ : વિશ્વકપ 2023ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને ટકરાવાની છે. ત્યારે ભારત અને પાકિસ્તાન મેચના સાક્ષી બનવા અનેક લોકો દેશવિદેશથી અમદાવાદ આવશે. પરંતુ ભારત પાકિસ્તાન મેચમાં વધુ કમાણીની લાલચ છે. અમદાવાદની 3 સ્ટારથી 5 સ્ટાર હોટલમાં રૂમના ભાવ રુપિા 50,000 ની આસપાસ પહોંચ્યા હતાં ત્યારે હવે આ જ ભાવ 30,000 હજારની આસપાસ ગગડ્યા છે. જોકે હજુ પણ અનેક હોટેલમાં 1.50 લાખ સુધીના ભાવ છે.

અમદાવાદની હજુ પણ અમુક ગણતરીની ફાઇવ સ્ટાર હોટલોમાં દોઢ લાખ રૂપિયા સુધીના એક રૂમનું ભાડું છે. આ એવી હોટલો છે કે જ્યાં ક્રિકેટરો, આઇસીસી પેનલ, બીસીસીઆઇના આગેવાનો અધિકારીઓ માટેના રૂમ બુક થયા હોય છે. ત્યારે અમુક ગણતરીના રૂમ બાકી હોય ત્યારે કોઈ એવું વ્યક્તિ આવી ન જાય અને VVIP ની સિક્યુરિટી અને સેફટી માટે પણ હોટેલ દ્વારા ગણતરીના બાકી રહેલા તે માટે પણ 1.50 રૂપિયા સુધીના ભાવ હોટેલ દ્વારા કરી દેવામાં આવે છે...નરેન્દ્ર સોમાણી (હોટલ એસોસિએશનના પ્રમુખ)

હજુ પણ સામાન્ય દિવસો કરતા વધુ ભાવ :ભારત અને પાકિસ્તાનની 14 ઓક્ટોબરે રમાનારી મેચમાં વધુ કમાણીની લાલચે થ્રી સ્ટારથી માંડીને ફાઇવ સ્ટાર હોટલના ભાડા 50000 સુધી પહોંચ્યા હતાં. ત્યારે હવે મેચને ગણતરીના કલાકો અને દિવસો બાકી છે ત્યારે રૂમના ભાડામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ સામાન્ય દિવસના ભાવ કરતા બે ગણાથી ત્રણ ગણા ભાવ વધારે વસૂલ કરવામાં આવતા હોવાનું નિવેદન હોટલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું હતું.

એર ટીકિટ અને ફ્લાઇટ ન મળતા હોટેલના કેન્સલેશન શરૂ : હોટલ એસોસિએશન પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ વધુમાં નિવેદન આપ્યું હતું કે Icc અને bcci દ્વારા ભારત અને પાકિસ્તાનની મેચ અમદાવાદમાં રમાવાની છે તેવી જાહેરાત કરવામાં આવી હતી ત્યારે દેશ વિદેશના અમુક લોકોએ ટિકિટ મળે તે પહેલા જ અમદાવાદની હોટલના રૂમ બુક કરાવી દીધા હતાં. પરંતુ મેચની ટિકિટ અથવા તો એર ટિકિટ પ્રાપ્ત ન થવાના કારણે હવે હોટલના રૂમ કેન્સલ કરાવી રહ્યા છે. હજુ પણ આગામી 48 કલાક બાકી છે ત્યારે અત્યારે હાલમાં અમદાવાદમાં એક પણ હોટલ મળતી ન હતી, પરંતુ હવે હોટલના રૂમ અવેલેબલ થયા છે. જે સામાન્ય દિવસો કરતા બે થી અઢી ગણા ભાવમાં રૂમ મળી રહ્યા છે ત્યારે આગામી દિવસમાં 30 થી 40 ટકામાં ઘટાડો આવે તેવી પણ વાત છે. જ્યારે સામાન્ય દિવસોમાં 3 સ્ટારથી 5 સ્ટાર હોટલમાં સામાન્ય દિવસોમાં 3,000 થી 5,000 સુધીનો ભાવ હોય છે જ્યારે હાલમાં ત્રણથી ચાર ગણો ભાવ ચાલી રહ્યો છે.

હાલમાં અમદાવાદની કઈ હોટેલમાં કેટલો ભાવ : અમદાવાદમાં 13 ઓક્ટોબરના દિવસે હોટલ ભાડાની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મેરીયટમાં 11,132, રેડીશન બ્લ્યુ 25,000, હોટલ ઉમેદ 43,000 જેટલો ભાવ હાલમાં ચાલી રહ્યો છે. જ્યારે હયાત વસ્ત્રાપુરમાં 35,000 કોર્ટયાર્ડ મેરિયોટમાં 33,000 હોટલ આશ્ચર્ય 28,957 જેટલા ભાવમાં હોટેલના રૂમ હાલમાં મળી રહ્યા છે. જ્યારે આ હોટેલના ભાવમાં આવનારા કલાકો અથવા તો મેચના એક દિવસ પહેલા ભાવ ઘટવાની શક્યતા હોટલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ વ્યક્ત કરી હતી.

  1. ICC World Cup 2023 : ભારત પાકિસ્તાન મેચ પહેલા હોટલ ભાડામાં 20 ગણો વધારો, હાલ હોટલોમાં બુકિંગ બંધ
  2. World Cup 2023 : ટીમ ગુજરાત તૈયાર, ભારત-પાકિસ્તાન મેચ સુરક્ષિત માહોલમાં યોજાશે - હર્ષ સંઘવી
  3. WORLD CUP 2023 SHUBMAN GILL : શુભમન ગિલ આજે અમદાવાદ જવા રવાના થશે, આગળની સારવાર BCCIની દેખરેખ હેઠળ થશે

ABOUT THE AUTHOR

...view details