અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા અનેક વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં પીવાના પાણીથી લઈને મેડિકલ કેમ્પની સગવડનો પણ સમાવેશ થાય છે. આ સ્ટેડિયમની અંદર દોઢ લાખ લોકો હાજર હતા તેમજ સ્ટેડિયમની બહાર પણ હજારો લોકો હાજર હતા. દિવસ દરમિયાન અનેક લોકોને આરોગ્ય વિષયક સમસ્યાઓ પણ નડી હતી.
વર્લ્ડ કપ 2023 ફાઈનલઃ મેચ દરમિયાન 108ને કુલ 219 ઈમરજન્સી કોલ્સ મળ્યા, એક પણ મૃત્યુ નહીં
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ સ્ટેડિયમની અંદર દોઢ લાખ લોકો હાજર હતા. જેમાંથી ઘણા લોકો દિવસ દરમિયાન બીમાર પણ પડ્યા હતા. 108 વિભાગને કુલ 219 ઈમરજન્સી કોલ્સ મળ્યા હતા. 108 વિભાગે ખડે પગે સર્વિસ આપી હતી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક World Cup 2023 Final Ahmedabad Narendra Modi Stadium 108 Emergency Medical Service 219 Calls
Published : Nov 20, 2023, 1:17 PM IST
108ને મળ્યા કુલ 219 ઈમરજન્સી કોલ્સઃ 108 વિભાગ પાસેથી મળતી સત્તાવાર માહિતી પ્રમાણે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ દરમિયાન કુલ 219 ઈમરજન્સી કોલ્સ મળ્યા હતા. જેમાં સૌથી વધુ કેસ ગભરામણ, માથુ દુઃખવુ, અશક્તિ અને શ્વાસોશ્વાસની સમસ્યાઓ મુખ્યત્વે રહી હતી. 108ને જેવા કોલ મળ્યા કે તરત જ તેમણે સ્થળ પર પહોંચી જઈને દર્દીને સારવાર પૂરી પાડીને નજીકની હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. 108 વિભાગ જણાવે છે કે કોઈ પણ દર્દીને કોઈ ગંભીર બીમારી જણાઈ નહતી. કુલ 219 ઈમરજન્સી કોલ્સ દરમિયાન એકપણ દર્દીનું મૃત્યુ થયું નહતું.
20થી વધુ 108 એમ્બ્યૂલન્સ સ્ટેન્ડબાયઃ વિશ્વના સૌથી વધુ વિશાળ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેક્ષકોને ઈમરસજન્સી સારવાર પૂરી પાડી શકાય તે માટે 20થી વધુ એમ્બ્યૂલન્સ સ્ટેડનબાય રાખવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેડિયમમાં એક મેડિકલ કેમ્પની સગવડ પણ ઊભી કરવામાં આવી હતી. આ કેમ્પમાં પણ બીમાર પ્રેક્ષકોની સારવાર સતત ચાલતી હતી. આ કેમ્પમાથી પણ 108 વિભાગ દ્વારા દર્દીઓને સઘન સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.