ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વ અંગદાન દિવસ: અંધજન મંડળ દ્વારા અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવા રેલી યોજાઈ - જાગૃત રેલી

અમદાવાદ: 13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ તરીકે મનાવામાં આવે છે અને અંગદાન માટે લોકોમાં જાગૃતિ લાવવા દેશના અનેક શહેરોમાં લોકોને જાગૃત કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના અંધજન મંડળ અને લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુર દ્વારા રેલી યોજવામાં આવી હતી.

અંધજન મંડળ દ્વારા અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવા રેલી યોજાઇ

By

Published : Aug 13, 2019, 11:45 AM IST

આ રેલીમાં 100 જેટલા દિવ્યાંગોએ ભાગ લીધો હતો. એક અંગ આઠ લોકોના જીવન બચાવી શકે છે અને આ જ હેતુથી સમાજના લોકોમાં જાગૃતિ લાવવા અંગદાનના બેનરો અને સૂત્રોચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. આ રેલી અંધજન મંડળથી શરૂ કરી વસ્ત્રાપુર ગામ થઈ લાડ સોસાયટી રોડ સંદેશ પ્રેસ રોડ અમદાવાદ વન મોલથી પરત અંધજનમંડળ ફરી હતી.

અંધજન મંડળ દ્વારા અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવા રેલી યોજાઇ

ABOUT THE AUTHOR

...view details