અમદાવાદઃ: 4 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર દિવસ. આજની તારીખમાં સૌથી વધુ મૃત્યુ કેન્સરના કારણે થાય છે. જેથી આજના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવવામાં આવે છે. પ્રથમ તબક્કામાં જ જો યોગ્ય અને પૂરે પૂરી સચોટ સારવાર લેવામાં આવે તો કેન્સરને દૂર કરી શકાય છે, બીજા અને ત્રીજા તબક્કામાં યોગ્ય સારવારથી કેન્સરને કાબૂમાં લાવી શકાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની વર્ષ 2022 ની થીમ “ક્લોઝ ધ કેર ગેપ”(Close the care gap)કાળજી વધારીએ, કેન્સર ઘટાડીએ.
કેન્સરના જુદા જુદા સ્ટેજ કયા હોય છે ?
કેન્સરના વિવિધ તબક્કા(Different stages of cancer) કેન્સરની ગાંઠના કદ, લસિકા ગ્રંથિઓમાં તેનો ફેલાવો તથા શરીરના અન્ય અંગોમાં થયેલ ફેલાવાને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે.
પ્રથમ સ્ટેજ, જ્યારે કેન્સરની ગાંઠ 2 સેંટીમીટર કરતાં પણ નાની હોય અને તેનો કોઈપણ અન્ય જગ્યાએ ફેલાવો ના થયો હોય તો રોગ તેના પ્રથમ તબક્કામાં છે તેવું ગણવામાં આવે છે.
બીજો સ્ટેજ, જ્યારે કેન્સરની ગાંઠનું કદ 2 થી 5 સેંટીમીટર વચ્ચેનું હોય તથા તેનો ફેલાવો લસિકા ગ્રંથિમાં થતો હોય.
ત્રીજો સ્ટેજ, જ્યારે કેંસરની ગાંઠનું કદ 5 સેંટીમીટર કરતાં વધારે હોય અને તેનો ફેલાવો વધુ લસિકા ગ્રંથિઓમાં થયો હોય.
ચોથો સ્ટેજ, જ્યારે ગાંઠનું કદ ખૂબજ વધી જાઈ અને તે શરીરના અન્ય અંગોમા પ્રસરે છે.
અમદાવાદમાં પુરુષોમાં તથા સ્ત્રીઓમાં કેન્સરનો દર
ICMR ના NCDIR(National Centre For Disease Informatics And Research) વર્ષ 2021 ના રીપોર્ટ પ્રમાણે દેશમાં વર્ષ2020 માં 13.92 લાખ કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ 3.77 લાખ કેન્સરના કેસ તમાકુના સેવનના કારણે થયા હોવાનું જણાયું છે. ભારતમાં દર 8 મિનિટે 1 સ્ત્રીનુ મૃત્યું ગર્ભાશયના મુખના કેન્સર અને દર 13 મિનિટે 1 સ્ત્રીનુ મૃત્યું સ્તનના કેન્સર ના કારણે થાય છે. ગુજરાતમાં વર્ષ 2020માં 69,660 નવા કેસ નોંધાયા હતા જે વર્ષ 2025 સુધીમાં 79,217 થવાનો અંદાજ છે. અમદાવાદ શહેરી કેન્સર રજીસ્ટ્રીના રીપોર્ટ પ્રમાણે પુરુષોમાં તથા સ્ત્રીઓમાં દર એક લાખની વસ્તીએ અનુક્રમે 98 અને 77 નવાકેન્સર કેસ જોવા મળે છે.
સૌથી વધું મોઢાના કેન્સરના દર્દી
અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં(GCRI Cancer Hospital ) દર વર્ષે 20,000 જેટલા કેન્સરના નવા કેસ નોંધાય છે, જેમાં થી 28.84 ટકા દર્દી અન્યમાંથી સારવાર અર્થે ગુજરાતમાં આવે છે. (રાજસ્થાન- 12 ટકા , મધ્ય પ્રદેશ- 11.4 ટકા, મહારાસ્ટ્ર-1 ટકા). GCRIમાં આવતા કુલ કેસમાંથી 50 ટકા દર્દીઓ માત્ર મોઢા,સ્તન અને ગર્ભાશયનાં મુખનાં કેન્સરના નોંધાય છે.
સારવાર માટે આધુનિક તકનીકી સુવિધાઓ