ગુજરાત

gujarat

ETV Bharat / state

World Cancer Day 2023 : કેન્સર ગ્રસ્ત કલ્પ માટે આરોગ્યપ્રધાન બન્યા કલ્પવૃક્ષ - Cancer medicine

આરોગ્યપ્રધાન કેન્સરગ્રસ્ત બાળકની ડોક્ટર બનવાની અદમ્ય ઈચ્છા પૂર્ણ કરી છે. બાળક માટે આરોગ્યપ્રધાન ખુદ દર્દી બન્યા હતા. આ ઉપરાંત આરોગ્યપ્રધાને કલ્પ કેન્સરવોર્ડમાં દોરી ગયા અને અન્ય દર્દીઓ સાથે પણ સંવાદ સાધતા લોકો મુખ પર સ્મિત જોવા મળ્યું હતું. (World Cancer Day 2023)

World Cancer Day 2023 : કેન્સર ગ્રસ્ત કલ્પ માટે આરોગ્યપ્રધાન બન્યા કલ્પવૃક્ષ
World Cancer Day 2023 : કેન્સર ગ્રસ્ત કલ્પ માટે આરોગ્યપ્રધાન બન્યા કલ્પવૃક્ષ

By

Published : Feb 4, 2023, 8:54 AM IST

Updated : Feb 4, 2023, 11:35 AM IST

અમદાવાદ : અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ યોગેશ પટેલને લ્યુકેમિયા (લોહીનું કેન્સર) છે. 10 વર્ષના કલ્પના પરિવારને એક વરસ પહેલા જ ખ્યાલ આવ્યો કે તેમના લાડકવાયા એકના એક દીકરાને કેન્સર છે. મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ પટેલની હાલ કિમોથેરાપીની સારવાર ચાલુ છે. આ પીડાદાયક પળોમાં રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ કલ્પ માટે જાણે કલ્પવૃક્ષ બન્યા છે.

ડોક્ટર બનવાની અદમ્ય ઈચ્છા પૂર્ણ કરી

વિશ્વ કેન્સર દિવસની ઉજવણી : 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવા રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે મેક એ વિશ ફાઉન્ડેશન અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના (GCRI) માધ્યમથી લ્યુકેમિયા ગ્રસ્ત કલ્પની ડોક્ટર બનવાની અદમ્ય ઈચ્છા પૂર્તિ કરી છે. કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડૉક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. કલ્પની આ ઈચ્છા વિશે આરોગ્યપ્રધાને જાણ થતા તેઓએ કલ્પની ઇચ્છા પૂર્ણ કરીને તેનો મનોબળ અને જુસ્સો વધારવાનું નક્કી કર્યું હતું.

આરોગ્યપ્રધાનો સંવાદ

આરોગ્યપ્રધાન બન્યા દર્દી : વિશ્વ કેન્સર દિવસની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરીને લાખો કરોડો કેન્સર ગ્રસ્ત બાળકોનો જુસ્સો વધારીને મનોબળ મજબૂત કરવાના શુભ આશયથી આરોગ્યપ્રધાન કલ્પની ડોક્ટર બનવાની ઇચ્છા પૂર્ણ કરવા અમદાવાદ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ પહોંચ્યા હતા.અહીં આરોગ્યપ્રધાને કલ્પને એક દિવસ માટે ડૉક્ટર બનાવીને તેને ડોક્ટર બનવાની સંપૂર્ણ અનુભૂતિ કરાવવા એપ્રન પહેરાવ્યું. ગળામાં સ્ટેથોસ્કોપ લગાડ્યું. વધુમાં આરોગ્યપ્રધાને પોતે જ કલ્પ માટે દર્દીની ભુમિકા ભજવી હતી. કલ્પે ડૉક્ટર બનીને ઋષિકેશ પટેલને તપાસ્યા હતા. તબીબ જેમ દર્દીનું દર્દ સમજી તેની દવા કરે છે, તે રીતે જ કલ્પે તેમની તપાસ કરી અને દવાનું પ્રિસ્ક્રીપ્શન પણ લખ્યું. બાદમાં આરોગ્યપ્રધાને કલ્પને કેન્સરવોર્ડમાં દોરી ગયા અને અન્ય દર્દીઓ સાથે પણ સંવાદ સાધ્યો હતા.

આશાઓનું સ્મિત રેળાઈ : જેમ એક ડૉક્ટર વોર્ડમાં રાઉન્ડ લઇને દર્દીઓને તપાસતા હોય છે તેમની આરોગ્ય પૃચ્છા કરીને સ્વાસ્થય તપાસ કરતા હોય છે તેમનો જુસ્સો વધારતા હોય છે તેવી જ રીતે આજે કલ્પના નેતૃત્વ હેઠળ આરોગ્યપ્રધાને કેન્સરના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા, મેક અ વિશ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉ. અનીલ ખત્રી સહિતના તબીબો કેન્સરગ્રસ્ત બાળકોના વોર્ડ તરફ આગળ વધ્યા હતા. કલ્પની સાથે વોર્ડમાં જઇને તેઓએ બાળકો સાથે સંવાદ સાધ્યો હતો, તેમની સાથે સુમેળભર્યા વાર્તાલાપ કર્યો. કલ્પની ઇચ્છાપૂર્તિ થતી જોઈને કૅન્સરના વોર્ડમાં સારવાર મેળવી રહેલા અન્ય બાળકો પણ પ્રોત્સાહિત થયા. કેન્સરગ્રસ્ત બાળકોના ચહેરા પર જાણે જીવનને સકારાત્મક રીતે જીવવાની નવીન આશાઓનું સ્મિત રેળાઇ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

કેન્સરગ્રસ્ત બાળક સાથે

આ પણ વાંચો :Donate Stem Cell : 24 વર્ષની ક્લાસિકલ ડાન્સર કેન્સર પીડિત માટે જીવનદાતા બની

આરોગ્યપ્રધાને વડીલ બનીને સંવાદ સાધ્યો : આ ક્ષણે આરોગ્યપ્રધાને પણ વોર્ડમાં સારવાર મેળવી રહેલા બાળ દર્દીઓ સાથે પ્રધાન નહીં પરંતુ એક વડીલ બનીને સંવાદ સાધ્યો તેમને હૈયા ધારણા આપી. આરોગ્યપ્રધાને અને કલ્પની મુલાકાત સંવાદ બાદ સારવાર મેળવી રહેલા બાળ દર્દીઓ અને તેમના સ્વજનોમાં જાણે કેન્સરની લડત સામે નવીન ઉર્જા સાથે જુસ્સાનો સંચાર થયો હોય તેવી અનુભૂતિ થઇ.

આ પણ વાંચો :દાનના નામે લાખોની છેતરપિંડી, સારવાર માટે આવેલા દર્દીઓને લૂંટ્યા

આરોગ્યપ્રધાને શું કહ્યું : કલ્પની ડોક્ટર બનવાની અદમ્ય ઇચ્છાપૂર્તિ કર્યા બાદ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મેક અ વિશ ફાઉન્ડેશન અને જી.સી.આર.આઇના તમામ તબીબોના માધ્યમથી કેન્સરગ્રસ્ત બાળકની એક ડોક્ટર બનવાની ઇચ્છા પૂર્ણ થયા બાદ બાળકને આગામી જીવન જુસ્સાભેર જીવવા માટેની પ્રેરણા મળી છે. આ પ્રકારની ક્ષણો બાળકોના જીવનમાં નવીન સકારાત્મક ઉર્જાનો સંચાર કરીને જીવનને પ્રેરણાત્મક બનાવે છે. કૅન્સર એટલે કેન્સલ એ માન્યતાઓ હવે જૂની થઇ છે. દિન-પ્રતિદિન વિકસી રહેલા મેડિકલ સાયન્સ અને તકનીકી સારવાર પધ્ધતિના અપગ્રેડેશનના પરિણામે કેન્સર જેવા ધાતક રોગની સારવાર શક્ય બની છે. ઝડપી નિદાન જ કૅન્સરને મ્હાત આપવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

Last Updated : Feb 4, 2023, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details