અમદાવાદ: જિલ્લામાં આજ થી 7 ઓગસ્ટ સુધી "વિશ્વ સ્તનપાન સપ્તાહ" હેઠળ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. સમગ્ર જિલ્લામાંથી આશરે 354 જેટલી બહેનોને આ કાર્યક્રમ હેઠળ માર્ગદર્શન આપવામાં આવશે. ICDS તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે દુનિયાભરમાં 1થી 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ આખા સપ્તાહ દરમિયાન બાળકને જન્મ આપનારા અને ગર્ભવતી મહિલાઓને બ્રેસ્ટફિડિંગ અને તેનાથી થતા ફાયદાઓ અંગે જાણકારી આપવામાં આવે છે.
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દેશની ભાવિ પેઢીને પરિપક્વ, શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવવા માટે દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ટુંકમાં સમજાવવામાં આવે તો જે રીતે નાના છોડને ભવિષ્યનું મજબુત અને ઘટાદાર વૃક્ષ બનાવવા શરૂઆતથી જ તેની માવજત અને ધ્યાન રાખવામાં આવતું હોય છે. તેવી જ રીતે નવજાત બાળકનું પણ ધ્યાન રાખવું ખૂબજ જરૂરી છે. બાળક મોટું થઈને તંદુરસ્ત બને તે માટે નાનપણથી જ તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આ વિશેષ ધ્યાનમાં ખુબજ મહત્વનું પ્રથમ પાયો તે માતાનું ઘાવણ ખુબજ જરૂરી હોય છે.
- નવજાત બાળકની માતા સાથે ટેલીફોનીક સંવાદ કરવો
- સ્થાનિક રેડીયો સ્ટેશનમાં સ્તનપાન જાગૃતિ વિષય સ્પર્ધાનું આયોજન
- ઉંબરે આંગણવાડી કાર્યક્રમનો વધુને વધુ લાભ લેવા મહિલાઓને પ્રેરિત કરવી
- પાલકવાલી દ્વારા નવજાત માતા અને કુંટુંબના સભ્યો સાથે ટેલીફોનીક વાર્તાલાપ
- સ્તનપાનથી થતા ફાયદા અને બહારના દુધથી થતાં નુકશાન વિશે જાગૃતિ આપવી